Uttarajjhayana 83
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 83
- Language
- Gujarati
83
વિવેચન–૧૬
અભિહિતરૂપ આત્મા કે તેનો આધારરૂપ દેહ છે તે આત્મા, તેને દમવો - અસમંજસ ચેષ્ટાથી રોકવો. કઈ રીતે? સંયમ - પાંચ આશ્રયોથી વિરમણ આદિ વડે. તપ - અનશન આદિ વડે. આ બંને મુક્તિ હેતુથી અવિરહિત અને પરસ્પર સાપેક્ષતા સૂચનાર્થે છે અથવા સમગ્ર જ્ઞાનના સમુચ્ચયાર્થે છે. તેથી વિપરીતમાં દોષના દર્શન માટે કહે છે – હું બીજા વડે ન દમાઉં. કોના વડે? શિકારી દ્વારા રચેલ મયૂરબંધાદિ બંધનો વડે, લતા - લકુટાદિ તાડન રૂપ વધ વડે. અહીં ઉદાહરણ આ છે –
સેચનક નામે ગંધહસ્તી – અટવીમાં મોટા હસ્તિજૂથમાં રહેતો હતો. ત્યાં યૂથપતિ થતાં બાળ હાથીને મારી નાંખતો હતો. કોઈ એક હાથિણી ગર્ભવતી થતાં વિચારે છે – જો કદાચ મારે હાથીનો જન્મ થશે, તો તેનો પણ આ હાથી વિનાશ કરી દેશે. તેથી તેણી ધીમે-ધીમે ત્યાંથી સરકી જતી. વળી બીજે-ત્રીજે દિવસે જૂથમાં ભેગી થતી. તેણીએ એક ઋષિનો આશ્રમ જોયો. ત્યાં આશ્રય લીધો. તેણી ઋષિઓમાં પરિચિત બની. તેણીએ એક બાળ હાથીને જન્મ આપ્યો. તે હાથી ઋષિકુમારો સહિત ફૂલના બગીચાને સીંચતો, તેથી તેનું ‘સેચનક’ નામ કર્યું. હાથી મોટો થયો. યૂથને જોયું. યૂથપતિને હણીને તે યૂથનો અધિપતિ થયો. આશ્રમને ભાંગી નાંખ્યો, કેમકે બીજી કોઈ હાથણી પણ તેમ કરી ન શકે.
તેથી તે ઋષિઓ રોષાયમાન થયા. હાથમાં પુષ્પો અને ફળો લઈને શ્રેણિક રાજાની પાસે ગયા. તેમણે કહ્યું કે – અહીં સર્વલક્ષણ સંપૂર્ણ સેચનક નામે ગંધહસ્તિ છે. શ્રેણિક હાથીને પકડવા ગયો. તે હાથી દેવતા અધિષ્ઠિત હતો. તેણે અવધિ વડે જાણ્યું કે, આ લોકો અવશ્ય પકડી લેશે. તે દેવીએ કહ્યું – હે પુત્ર! (હાથી!) તું તારા આત્માને દમ. જેથી વધ-બંધન વડે બીજા તારું દમન ન કરે. હાથીએ તે વાત કબૂલ કરી. સ્વયં જ રાત્રિના આવીને આલાન સ્તંભને આશ્રીને રહ્યો.
જેમ આને સ્વયં દમનથી મહાગુણ થયો, તેમ મુક્તિના અર્થીને પણ વિશિષ્ટ નિર્જરા થાય છે. તેમ ન કરતા અકામ નિર્જરા થાય છે.
ગુરુનું અનુવર્તન કરનારને પ્રતિરૂપ વિનય કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati