Pramāṇa · Search · About · API

Uttarajjhayana 839

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 839

Language
Gujarati

839

વિવેચન–૩૯૯
કયા પ્રકારે અમે યાગમાં પ્રવર્તીએ? હે ભિક્ષુ! મુનિ! તથા યાગને કઈ રીતે કરીએ? કઈ રીતે પાપ - અશુભ કર્મો કે જે પૂર્વે ઉપાચિત કરેલા હોય તેને પ્રેરિત કરીએ - નિવારીએ? તે અમને કહો. હે સંયત! પાપસ્થાનોથી સમ્યક્‌ અટકેલા, હે યક્ષપૂજિત - યક્ષો વડે અર્ચિત! અમે કર્મોને નિવારવાના ઉપાયરૂપ યાગ કેમ કરીએ? કેમકે અમારા યાગને તમે દૂષિત કહો છો, તો આપ જ અમને યાગનો ઉપદેશ આપો.
કદાચ અવિશિષ્ટ જ યજનનો ઉપદેશ કરે, એવી આશંકાથી કહે છે – કયા પ્રકારે શોભન યજન ઉક્ત રૂપ કુશલ પુરુષોએ બતાવેલ છે, તે અમને કહો. તેઓએ એ રીતે પૂછતા - મુનિ કહે છે –

Linked texts (2)