Pramāṇa · Search · About · API

Uttarajjhayana 870

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 870

Language
Gujarati

870

વિવેચન–૪૧૪
કર્મ – જ્ઞાનાવરણીય આદિ, નિત્ય દેખાય છે કે ખંડન કરાય છે તેવા પ્રકારના અનુબંધ ફલાભાવથી તપ – વગેરે જેનાથી તે નિદાન – આસક્તિ પ્રાર્થના રૂપ, તેના વડે પ્રકર્ષથી કરાયેલ, તે નિદાન પ્રકૃત, નિદાનવશ બદ્ધ જે અર્થ. હે રાજન્‌! તે ચિંતવેલ છે, તેના હેતુભૂત આર્ત્ત ધ્યાનાદિ ધ્યાનથી કર્મોને. એવા પ્રકારના કર્મોના ફળનો આ વિપાક છે. અર્થાત્‌ શુભાશુભ જનક છે. અથવા કર્મ – અનુષ્ઠાન, નિદાન વડે જ બાકીના શુભ અનુષ્ઠાનોના આચ્છાદિતપણાથી પ્રગટ નિદાનોને હે રાજન્‌! તે ચિંતવ્યા છે કે કર્યા છે. તે કર્મના વિપાકથી આપણે વિરહ પ્રાપ્ત થયો. અર્થાત્‌ જે તને ત્યારે નિવાર્યો છતાં પણ નિયાણું કર્યું, તેનું આ ફળ છે કે આપણે તેવા પ્રીતિવાળા હોવા છતાં વિયોગ થયો. આ પ્રમાણે વિયોગનો હેતુ જાણીને ચક્રીએ ફરી પ્રશ્ન કર્યો –

Linked texts (2)