Suyagada 128
Sūyagaḍa: ṭīkānusārī vivecana 128
- Language
- Gujarati
128
વિવેચન :–૮૨, ૮૩
ક્ષેત્રથી કે કાળથી જેનું પરિમાણ નથી તે ‘અપરિમાણ’ કોઈ તીર્થિક એવું માને છે. અર્થાત્ અપરિમિતિજ્ઞ એવો અતિન્દ્રિય દૃષ્ટા, તે સર્વજ્ઞ નથી. અથવા અભિપ્રેત અર્થ અતિન્દ્રિયદર્શી. તેઓ કહે છે – બધું જુઓ કે ન જુઓ, પણ ઈષ્ટ અર્થને જરૂર જુઓ. કેમકે કીડાની સંખ્યાનું પરિજ્ઞાન આપણે શા કામનું?
આ લોકમાં સર્વજ્ઞને ઉડાવનાર વાદીનો આ મત છે તથા સર્વ ક્ષેત્ર અને કાળને આશ્રીને જાણવા યોગ્ય કર્મપણાને પામેલ પરિમાણની સાથે સપરિમાણ થાય તે સપરિચ્છેદ બુદ્ધિ. તેના વડે શોભે તે ધીર. - X - X - ઈત્યાદિ અનેક પ્રકારે લોકવાદ પ્રવર્ત્યો છે.
તેનો ઉત્તર જૈનાચાર્યો આપે છે – ત્રાસ પામે તે ત્રસ-બેઈન્દ્રિયાદિ. પ્રાણી તે સત્વ, ત્રસત્વને પામે છે. સ્થાવર-સ્થાવર નામકર્મના ઉદયથી પૃથ્વીકાય આદિ છે. જો તેમનો લોકવાદ સત્ય હોય, તો જે આ જન્મમાં મનુષ્યાદિ હોય તે અન્ય જન્મમાં પણ તેવો જ થાય. તેથી સ્થાવર અને ત્રસના તાદૃશત્વને લીધે દાન, અધ્યયન, જપ, તપ આદિ સર્વે અનર્થક છે.
લોકમાં પણ અન્યથાપણું કહ્યુ છે. જેમકે – વિષ્ટા સહિત બાળેલ, મરીને શિયાળી થાય છે. તેથી સિદ્ધ થયું કે સ્થાવર કે ત્રસનું પોતાના કર્મ અનુસાર પરસ્પર સંક્રમણાદિ અનિવારિત છે.
તથા અનંત અને નિત્ય લોક છે, તેમ કહ્યું તે જો પોતાની જાતિને ન ઉચ્છેદવા વડે નિત્યતા કહો તો અમારી ઈચ્છા મુજબ પરિમાણનું અનિત્યત્વ સિદ્ધ થયું, પણ અપ્રચ્યુત્વ, અનુત્પન્ન આદિથી નિત્યત્વ માનો તો તે ન ઘટે. કેમકે જે પ્રત્યક્ષ છે તેને બાધા પહોંચે ઈત્યાદિ - X - X –
તમારું કહેવું અસત્ છે. કેમકે બધું જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્તત્વથી નિર્વિભાગ જ પ્રવર્તે છે. અન્યથા આકાશના કમળ માફક વસ્તુ પોતાનું વસ્તુપણું છોડી દે.
તથા અંતવાળો લોક સાતદ્વીપ વાળો માનેલો છે, - X - તે વ્યર્થ છે. તેના ગ્રાહક પ્રમાણના અભાવે પ્રેક્ષાપૂર્વક વિચારનારા તમારી વાત નહીં માને. અપુત્રીયાને લોક નથી તે કથન પણ ખોટું છે, શું પુત્ર હોવામાત્રથી વિશિષ્ટ લોકની પ્રાપ્તિ થાય? કે તે જીવના ઉત્તમ કૃત્યોથી થાય?
જો સંતાનથી જ સ્વર્ગ માનો તો ભૂંડ માત્ર સ્વર્ગે જાય. - X - બે પુત્ર હોય, તેમાં એકે સારું અનુષ્ઠાન કર્યું અને બીજાએ ખરાબ કર્યું તો તે બાપની શી દશા થાય? - X -
તથા ‘શ્વાન’ યક્ષ છે, તે યુક્તિ-વિરોધી વચન છે. ‘અપરિમાણને જાણે’ કહ્યું, તે પણ ખોટું છે. જો અપરિમિત જ્ઞાન છતાં તે સર્વજ્ઞ ન હોય તો હેય-ઉપાદેય ઉપદેશ દાનના વિકલપણાથી તેને બુદ્ધિવાનો ન સ્વીકારે. વળી, કીટક સંખ્યા પરિજ્ઞાન અન્યત્ર પણ અજ્ઞાન હશે તેવી શંકા જન્માવે છે. - X - એ સર્વ રીતે સર્વજ્ઞપણું ઈચ્છવા યોગ્ય છે.
તથા તમે કહ્યું સ્વાપ-બોધ-વિભાગથી પરિમિત જાણે, આ બાબત સર્વજન સામાન્ય હોવાથી કંઈ વિશેષ નથી. - X - સર્વથા બધા જગતની ઉત્પત્તિ અને પાછો વિનાશ થાય તેવું નથી. કેમકે ‘‘આવું જગત કદાપિ ન હતું’’ એ વચન પ્રસિદ્ધ છે. આ પ્રમાણે અનંત આદિ લોકવાદને પરિહરીને જેવું હોય તેવો લોક પાછલી અડધી ગાથા વડે કહે છે–
જે કોઈ ત્રસ કે સ્થાવર આ સંસારમાં સ્વકર્મ પરિણતિ અનુસાર રહે છે, તે પર્યાય અને અવ્યભિચારી પર્યાય વડે સ્વકર્મ પરિણતિથી ત્રસ જીવ સ્થાવર રૂપે, સ્થાવર જીવો ત્રસરૂપે પણ ઉત્પન્ન થાય છે, તો કોઈ ત્રસ ત્રસરૂપે જ અને સ્થાવર-સ્થાવર રૂપે જ ઉત્પન્ન થાય છે, પણ જેવો આ ભવમાં છે, તેવો જ બીજા ભવમાં થાય એવો નિયમ નથી. - દૃષ્ટાંત કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati