Suyagada 140
Sūyagaḍa: ṭīkānusārī vivecana 140
- Language
- Gujarati
140
વિવેચન :–૮૯, ૯૦
ભગવંત આદિનાથ ભરતે તિરસ્કારેલા પોતાના ૯૮ પુત્રોને ઉદ્દેશીને કહે છે અથવા સુર, અસુર, મનુષ્ય, તિર્યંચને ઉદ્દેશીને બોલ્યા કે – તમે જ્ઞાન-દર્શન-ચારિત્ર લક્ષણ ધર્મમાં બોધ પામો. કેમકે આવો મળેલો અવસર ફરી મળવો દુર્લભ છે. મનુષ્ય જન્મ, કર્મભૂમિ, આર્યદેશ, સારું કૂળ, બધી ઈન્દ્રિયોની કુશળતા, શ્રવણ શ્રદ્ધાદિ મળવા છતાં પોતાની બુદ્ધિથી કેમ બોધ પામતા નથી?
આટલી સામગ્રી મળ્યા પછી તુચ્છ ભોગો ત્યાગી સદ્ધર્મમાં બોધ પામવો. નિર્વાણાદિ સુખ દેનાર મનુષ્યભવમાં જૈનધર્મ પામીને, વિષય ઈન્દ્રિયોનું ક્ષણિક-અશોભન કામસુખ ભોગવવું ઉચિત નથી. જેમ વૈડૂર્યાદિ રત્નો મળે તો કાચના કકડા લેવા ઉચિત નથી.
જેમણે પૂર્વભવે ચારિત્ર નથી આરાધ્યું, તેમને સમ્યગ્ દર્શનાદિ પ્રાપ્તિરૂપ બોધિ પરલોકમાં નિશ્ચે દુર્લભ છે. કેમકે વિષયપ્રમાદ વશ એક વાર ધર્મ આચરણથી ભ્રષ્ટને અનંતકાળ સંસાર-ભ્રમણ થાય છે.
જે રાત્રિઓ ગઈ છે, તે પાછી આવવાની નથી, ગયેલ જુવાની પાછી આવતી નથી. કરોડો ભવે દુર્લભ મનુષ્યત્વ પામીને મારે પ્રમાદ કેમ થાય? કેમ કે ઈન્દ્રનું પણ ગયેલ આયુ ફરી આવતું નથી...
સંસારમાં સંયમપ્રધાન જીવિત સુલભ નથી. અથવા તૂટેલ આયુ ફરી સંધાવું શક્ય નથી. સંબોધ [જાગવું] સૂતેલાનું થાય છે. સૂવાનું નિદ્રાના ઉદયથી થાય. નિદ્રા અને જાગવું તેના ચાર નિક્ષેપ છે. તેમાં નામ, સ્થાપનાને છોડીની દ્રવ્ય-ભાવ નિક્ષેપને નિર્યુક્તિકાર કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati