Pramāṇa · Search · About · API

Suyagada 141

Sūyagaḍa: ṭīkānusārī vivecana 141

Language
Gujarati

141

[નિર્યુક્તિ–૪૨]
આ ગાથામાં દ્રવ્યનિદ્રા અને ભાવસંબોધ બતાવ્યો છે. આદ્યન્ત ગ્રહણથી ભાવનિદ્રા, દ્રવ્યબોધ પણ સમજી લેવા. તેમાં દ્રવ્યનિદ્રા તે-તે નિદ્રાનો અનુભવ છે, તે દર્શનાવરણીય કર્મોદય છે. ભાવનિદ્રા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર શૂન્યતા છે. દ્રવ્યબોધ તે દ્રવ્યનિદ્રામાં સૂતેલાનું જાગવું અને ભાવબોધ તે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, સંયમ જાણવા. અહીં ભાવ બોધ અધિકાર છે. - X -
[સૂત્રકારશ્રી કહે છે–] ભગવંત સર્વ સંસારીનું સોપક્રમત્વથી અનિયત આયુ બતાવતા કહે છે – તમે જુઓ કે કેટલાંકનું બાળપણમાં જ મૃત્યુ થાય છે એ રીતે કેટલાંક વૃદ્ધત્વમાં, કેટલાંક ગર્ભમાં મરે છે. - X - X - બધી અવસ્થામાં પ્રાણી પ્રાણોને તજે છે. જેમકે – ત્રણ પલ્યોપમ આયુવાળા પણ પર્યાપ્તિ પામી અંતર્મુહૂર્ત્તમાં કોઈ મરણ પામે છે. - X - જેમ બાજ પક્ષી તિતરને મારી નાંખે છે એમ મૃત્યુ પ્રાણીના પ્રાણોને હરે છે. ઉપક્રમના કારણે આયુનો ઉપક્રમ થાય છે તેના અભાવે આયુષ્યનો ક્ષય થતાં જીવોનું જીવન તૂટે છે. - તથા -

Linked texts (1)