Pramāṇa · Search · About · API

Suyagada 147

Sūyagaḍa: ṭīkānusārī vivecana 147

Language
Gujarati

147

વિવેચન :–૯૫, ૯૬
જેઓ શાસ્ત્રાર્થના પારગામી છે, ધર્મ આચરણ કરનારા છે, બ્રાહ્મણ કે ભિક્ષુ છે, તેઓ મુખ્યતાએ કર્મ કે માયા વડે કરેલ અસત્‌ અનુષ્ઠાનોમાં અતિ ગૃદ્ધ બનીને એવા કર્મો વડે પીડાય છે...હવે જ્ઞાન-દર્શન-ચારિત્ર સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી એવા ત્રિકાળવિષયી સૂત્રથી અન્યતીર્થિકના ધર્મનો પ્રતિષેધ કરવા કહે છે - X - X - તું જો કે કોઈ અન્યતીર્થિ પરિગ્રહનો ત્યાગ કરીને કે પરિગ્રહનું જ્ઞાન મેળવીને દીક્ષા લેવા તૈયાર થાય છે, પણ સમ્યગ્‌ જ્ઞાનના અભાવે સંસાર-સમુદ્રને તરતો નથી, કેવલ આ સંસારે ભમે છે. કદાચ શાશ્વતપણાથી મોક્ષના ઉપાય કે સંયમ વિશે બોલે પણ સમ્યગ્‌ જ્ઞાનાભાવે તેને આચરી શકતો નથી.
હે શિષ્ય! તું તે માર્ગે જવા તૈયાર થયો છે, પણ આ ભવ કે પરલોકને કઈ રીતે જાણીશ? અથવા આરમ્‌ તે ગૃહસ્થત્વ કે સંસાર અને પરમ્‌ તે પ્રવ્રજ્યા પર્યાય કે મોક્ષ. સમ્યગ્‌ જ્ઞાન વિના અન્યદર્શની તે બંનેથી ભ્રષ્ટ થાય છે. - X - સ્વકૃત કર્મથી પીડાય છે
- કેટલાંક અન્યતીર્થિઓ નિષ્પરિગ્રહી તથા તપથી દુર્બળ છે, તેનો મોક્ષ કેમ ન થાય?

Linked texts (2)