Pramāṇa · Search · About · API

Suyagada 155

Sūyagaḍa: ṭīkānusārī vivecana 155

Language
Gujarati

155

વિવેચન :–૧૦૩, ૧૦૪
જેમ પક્ષિણી રજથી ખરડાયેલા અંગને કંપાવીને તે ચોંટેલી રજને ખેરવી નાંખે છે, એમ મુક્તિગમન યોગ્ય ભવ્ય તે મોક્ષ સમીપ લઈ જનારા અનશન આદિ તપથી ઉપધાનવાન બની, તે સાધુ ‘‘કોઈને ન હણવાની’’ પ્રવૃત્તિ કરી જ્ઞાનાવરણીયાદિ કર્મોને દૂર કરે છે - હવે અનુકૂળ ઉપસર્ગો કહે છે–
અગાર એટલે ઘર, તે ન હોવાથી અણગાર. તે સંયમ સ્થાનમાં રહીને [ગૌચરી] એષણાર્થે પ્રવૃત્ત થાય, શ્રમ પામે તે શ્રમણ, તથા ઉત્તરોત્તર વિશિષ્ટ સંયમ સ્થાને ચડેલા, વિશિષ્ટ તપોનિષ્ઠ એવાને પણ કદાચ પુત્ર-પૌત્રાદિ કે પિતા, દાદા આદિ દીક્ષા છોડવા પ્રાર્થના કરે - તેઓ કહે કે –
તમારે અમને પાળવા જોઈએ, અમારું કોઈ નથી અથવા કહે કે અમને તો તું એક જ પાળવા યોગ્ય છે, આમ બોલતા તેઓ શ્રમ પામશે, પણ પરમાર્થ જાણતા તે સાધુએ આ બધી વાતો ધ્યાનમાં લેવી નહીં [ગૃહસ્થ બનવું નહીં] - વળી -

Linked texts (2)