Pramāṇa · Search · About · API

Suyagada 157

Sūyagaḍa: ṭīkānusārī vivecana 157

Language
Gujarati

157

વિવેચન :–૧૦૫, ૧૦૬
કદાચ તે માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિ તેમની પાસે જઈને કરૂણાપ્રધાન વચનો કહે કે કૃત્યો કરે. જેમકે – હે નાથ-પ્રિય-કાંત-સ્વામી! તું અતિ વલ્લભ ઘરને વિશે દુર્લભ છે, હે નિર્દય! તારા વિરહમાં બધું શૂન્ય લાગે છે. તું શ્રેણી-ગામ-ગોષ્ઠી-ગણમાં જ્યાં હતો ત્યાં દીપતો હતો, હે સુપુરૂષ! તારા ઘર-બાર વિશે શું કહેવું? વળી પુત્ર માટે કોઈ સગાં તો રડતાં કહે છે કે હે પુત્ર! કુળવર્ધક એક પુત્રને ઉત્પન્ન કરીને દીક્ષા લે.
આ રીતે - X - કહે ત્યારે તે ભિક્ષુ રાગ-દ્વેષ રહિતતાથી કે મુક્તિની યોગ્યતાથી સમ્યક્‌ સંયમ ક્રિયા માટે ઉત્થિત તે સાધુને [તેના સગાં] દીક્ષાથી ભ્રષ્ટ કરવા માટે સમર્થ નથી, તેને સાધુવેશ ત્યજાવી ગૃહસ્થ બનાવવા શક્તિમાન થતાં નથી.
જો કે તે સગાં સંયમપ્રવૃત્ત સાધુને સુંદર ભોગોથી લોભાવે છે એટલે કે અનુકૂળ ઉપસર્ગ કરે અથવા બાંધીને ઘેર લાવે. એ રીતે અનુકૂળ - પ્રતિકૂળ ઉપસર્ગોથી પીડે, તો પણ તે સાધુ જીવિતનો અભિલાષી ન થાય, તેમ અસંયત જીવિતને ન પ્રશંસે, તે કારણથી તેનાં સગાં તેને પોતાનો કરવા સમર્થ ન થાય કે ગૃહસ્થભાવે સ્થાપી ન શકે - પરંતુ -

Linked texts (2)