Pramāṇa · Search · About · API

Suyagada 159

Sūyagaḍa: ṭīkānusārī vivecana 159

Language
Gujarati

159

વિવેચન :–૧૦૭, ૧૦૮
કદાચ માતા-પિતાદિ તે નવદીક્ષિતને શીખવે કે - અમે તારાં સ્નેહી છીએ, અમે તારા માટે અથવા પોષકના અભાવે અત્યંત દુઃખી છીએ. તું તો બરાબર જોનારો-સૂક્ષ્મદર્શી છે, હોંશીયાર છે. માટે અમારું પોષણ કર અન્યથા પ્રવ્રજ્યા લઈને તેં આ લોક બગાડ્યો છે, અમારું પાલન ન કરીને તું પરલોક પણ બગાડીશ. દુઃખી સ્નેહીને પાળવાથી તને પુણ્ય થશે. - X - X - એ રીતે તેમના દ્વારા ઉપસર્ગ પામીને કેટલાંક કાયર આવું કરે–
કેટલાંક અલ્પ સત્વવાળા સાધુ માતાપિતાદિથી ભરમાઈને સમ્યગ્‌ દર્શનાદિ સિવાય શરીરાદિ બધું જુદું છે તે ન જાણવાથી અસંવૃત્ત થઈ સારા અનુષ્ઠાનમાં મુંઝાય છે અને સંસાર-ગમનના એકમાત્ર હેતુભૂત અસંયમ, તેને અસંયતો ઉન્માર્ગમાં પ્રવૃત્ત થઈ - X - આદરે છે - X - અનાદિ ભવ અભ્યાસથી દુશ્છેદ્ય એવા વિષમય-અસંયમમાં વર્તે છે તેઓ આવા કર્મોમાં પુનઃ પ્રવૃત્ત થઈ ધૃષ્ટ બની પાપકર્મ કરતા લજાતા નથી.

Linked texts (2)