Pramāṇa · Search · About · API

Suyagada 167

Sūyagaḍa: ṭīkānusārī vivecana 167

Language
Gujarati

167

વિવેચન :–૧૧૩, ૧૧૪
સામાન્ય પુરૂષ તો ઠીક, પણ જેનો કોઈ નાયક નથી એવા સ્વયં પ્રભુ ચક્રવર્તી આદિ હોય અને નોકરનો નોકર હોય, આ બંને જેણે સંયમ-દીક્ષા અંગીકાર કરેલ હોય, તેઓ લજ્જા ન ધરતાં, ગર્વ કર્યા વિના પરસ્પર વંદન - પ્રતિવંદનાદિ ક્રિયા કરે અર્થાત્‌ ચક્રવર્તી પણ સાધુ થયા પછી પોતાના દાસ એવા સાધુને વંદન કરતા લજ્જા ન પામે, પણ સમભાવે વિચરે-સંયમમાં ઉદ્યત બને-હવે કયા લજ્જા-મદ ન કરવો તે બતાવે છે
સમભાવયુક્ત સામાયિક આદિમાં સંયમ કે સંયમસ્થાનમાં છમાંના કોઈપણ સ્થાનમાં રહેલા કે છેદોપસ્થાનીયાદિમાં પોતે રહે તે બતાવે છે – સમ્યક્‌ શુદ્ધિમાં કે સ્વયં સમ્યક્‌ શુદ્ધ તપસ્વી લજ્જામદના ત્યાગથી કે સમાન મનવાળા થઈ સંયમમાં ઉદ્યમ કરે - કેટલો કાળ? –
જેમ દેવદત્ત, યજ્ઞદત્ત, કથા મુજબ. જ્ઞાનાદિ કે શુભ અધ્યવસાય વડે સમાહિત કે સમાધિયુક્ત, રાગદ્વેષાદિ રહિત અથવા મુક્તિ ગમનની યોગ્યતા વડે ભવ્ય બનીને પંડિત સદ્‌-અસદ્‌ના વિવેકથી ભૂષિત બની - X - મરણ પર્યન્ત લજ્જામદ ત્યાગ કરીને સંયમાનુષ્ઠાનમાં પ્રવર્તે - શું આલંબીને આ કરવું? - તે કહે છે–

Linked texts (2)