Pramāṇa · Search · About · API

Suyagada 181

Sūyagaḍa: ṭīkānusārī vivecana 181

Language
Gujarati

181

વિવેચન :–૧૨૭, ૧૨૮
આત્માને સમીપમાં લીધેલ કે જ્ઞાનાદિથી આત્માને પામનાર તે ઉપનીતતર છે. તથા ‘તાઈણ’ પર આત્માને ઉપકારી કે રક્ષા કરનાર અથવા સમ્યક્‌ત્વ પાલક છે, તથા સ્ત્રી, પશુ, પંડક વર્જિત સ્થાન અથવા જ્યાં સ્થાન થાય તે આસન કે વસતી આદિ યુક્ત મુનિને સમભાવરૂપ સામાયિકાદિ ચારિત્ર સર્વજ્ઞોએ કહ્યું છે, તેથી ચારિત્રીએ ઉક્ત નિયમવાળા થવું. તથા પરીષહ-ઉપસર્ગ જનિત ભયથી ડરપોક ન બને તેને સામાયિક છે.
વળી મુનિ ત્રણ ઉકાળાનું પાણી પીનાર અથવા ઉષ્ણ પાણીને ઠંડું ન કરીને તપેલું પાણી લેનાર તથા શ્રુત ચારિત્ર નામક ધર્મસ્થિત, અસંયમ પ્રતિ લજ્જાવાન બની અસંયમની જુગુપ્સા કરે. આવા મુનિને રાજાદિ સાથે જે સંબંધ તે અનર્થના હેતુરૂપ હોવાથી અસાધુ છે. યથોક્ત અનુષ્ઠાન કરવા છતાં રાજાદિના સંસર્ગથી દુર્ધ્યાન જ થાય છે. સ્વાધ્યાયાદિ બરાબર થતા નથી.
- પરિહાર્ય દોષ બતાવીને હવે ઉપદેશ આપે છે.

Linked texts (2)