Suyagada 183
Sūyagaḍa: ṭīkānusārī vivecana 183
- Language
- Gujarati
183
વિવેચન :–૧૨૯, ૧૩૦
અધિકરણ એટલે કલહ, તે કરનાર તે અધિકરણકર. આવો ભિક્ષુ કલહ કરનારી ભાષા બોલે તે મોક્ષ કે મોક્ષના કારણરૂપ સંયમનો ધ્વંસ કરે છે. અર્થાત્ ઘણાં કાળે તપ વડે અર્જિત મહાપુણ્ય, કલહ કરતા કે પરોપઘાતી વાણી બોલતાં તત્ક્ષણ નાશ પામે છે. કહ્યું છે કે –
જે પુણ્ય મહાકષ્ટે તપ, નિયમ, બ્રહ્મચર્યથી બાંધ્યું હોય તે કલહ કરતાં થોડીવારમાં નષ્ટ થાય છે - X - X - માટે આવું જાણીને વિવેકી પુરૂષ જરાપણ કલહ ન કરે.
અપ્રાસુક-[સચિત્ત] પાણીની જુગુપ્સા કરનાર-છોડનાર સાધુને નિયાણારૂપ પ્રતિજ્ઞા ન હોય, તથા લવ - તે કર્મ, તેનો ત્યાગી અર્થાત્ કર્મબંધના કારણોનો ત્યાગ કરનાર સાધુને, જે ગૃહસ્થના કાંસ્યપાત્રાદિમાં ન જમે તેને સર્વજ્ઞ ભગવંતે સમભાવરૂપ સામાયિક કહેલ છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati