Pramāṇa · Search · About · API

Suyagada 202

Sūyagaḍa: ṭīkānusārī vivecana 202

Language
Gujarati

202

વિવેચન :–૧૪૭, ૧૪૮
શિકારી જેમ વિવિધ મૃગાદિ પશુને અનેક પ્રકારે કૂટ-પાશાદિથી પરવશ કરે કે થકાવી દે, ચાબૂકથી નિર્બળ થાય એટલે થાકવાથી દોડી ન શકે અથવા વહન કરનાર ગાડાવાળો જો બળદ બરાબર ન ચાલે તો પરોણાદિથી મારતા તે બળદ નિર્બળ બની મરી જાય તો પણ ભાર વહન ન કરી શકે, વિષમ પંથે જઈ ન શકે અને ત્યાં જ કાદવ આદિમાં ખેદ પામે. આ દૃષ્ટાંતથી બોધ આપે છે–
આ રીતે શબ્દાદિ વિષયોની પ્રાર્થના કરવામાં નિપુણ તે કામ પ્રાર્થનાસક્ત શબ્દાદિ કાદવમાં મગ્ન બનીને તે આજે કે કાલે કામસંબંધ-પરીચય તજીશ એવા અધ્યવસાયથી રહે છે, પણ તે ભોગોને નિર્બળ બળદ જેમ વિષમ માર્ગને છોડવા સમર્થ ન થાય તેમ છોડવા સમર્થ થતો નથી. પણ ડાહ્યો સાધુ કામી થાય તો પણ આલોક-પરલોકના અપાયો ગુરૂ પાસે જાણવાથી શબ્દાદિ વિષયોને વજ્રસ્વામી કે જંબૂસ્વામી માફક ઈચ્છતા નથી તથા ક્ષુલ્લકકુમાર માફક કોઈ નિમિત્ત - X - મળતા બોધ પામીને પ્રાપ્ત ભોગોને ન મળેલા જાણીને મહાસત્વપણે તેનાથી નિઃસ્પૃહ થાય
-કામભોગ શા માટે છોડવા?

Linked texts (2)