Pramāṇa · Search · About · API

Suyagada 208

Sūyagaḍa: ṭīkānusārī vivecana 208

Language
Gujarati

208

વિવેચન :–૧૫૩, ૧૫૪
દેખે તે દેખતો, ન દેખે તે અંધ. આ અંધ સમાન અર્થાત્‌ કાર્ય-અકાર્યના વિવેકથી રહિત તે અંધતુલ્ય જાણવો. તેને ઉદ્દેશીને કહે છે – હે અંધતુલ્ય! તું પ્રત્યક્ષ એકલાને જ માને છે, તેથી કાર્ય-અકાર્યના વિવેકથી અજાણ છે. માટે તું સર્વજ્ઞના આગમમાં કહેલને પ્રણામ કર. કેમકે એકલા પ્રત્યક્ષને માનતા સમસ્ત વ્યવહાર વિલોપવાથી હણાયેલો છે, એ રીતે પિતાનો વ્યવહાર પણ અસિદ્ધ થશે. હે અસર્વજ્ઞના દર્શનને માનનાર વાદી! તું, સ્વયં અર્વાગદર્શી છે, તેવા દર્શનને પ્રમાણ કરવાથી કાર્ય-અકાર્યના વિવેકરહિતપણાથી સર્વજ્ઞ વચનને નહીં આદરે તો અંધવત બનીશ.
– અથવા તું અદક્ષ-અનિપુણ હો કે દક્ષ-નિપુણ હો, જેવો-તેવા હો કે અચક્ષુ દર્શનવાળો હો; તો પણ કેવળ-સર્વજ્ઞથી પ્રાપ્ત હિત વચનને માન. તેનો સાર એ કે - નિપુણ કે અનિપુણે સર્વજ્ઞના વચનને માનવું અથવા હે અદૃષ્ટ-અર્વાગ દર્શનવાળા! તું અતીત, અનાગત, સૂક્ષ્મ પદાર્થોને દેખનારા જ્ઞાનીનું આગમ વચન માન.
હે અદૃષ્ટદર્શન! અસર્વજ્ઞ ઉક્ત શાસન અનુયાયી! પોતાનો કદાગ્રહ છોડી સર્વજ્ઞોક્ત માર્ગની શ્રદ્ધા કર. આવા જીવોનું દર્શન અતિશયથી નિરુદ્ધ છે, તેનો બોધ ઢંકાઈ ગયો છે માટે તે સર્વજ્ઞના માર્ગમાં શ્રદ્ધા કરતો નથી.
તેનો બોધ શાથી ઢંકાયેલ છે? મોહ કરાવે તે મોહનીય-મિથ્યા દર્શનાદિ કે જ્ઞાનાવરણીયાદિ સ્વકૃત કર્મો વડે ઢંકાયેલા દર્શનવાળા પ્રાણી સર્વજ્ઞ કથિત માર્ગની શ્રદ્ધા કરતા નથી, તેથી તેવાને પ્રેરણા કરે છે.
અસાતા વેદનીયના ઉદયથી કે તેના કારણોથી દુઃખી થઈ પ્રાણી વારંવાર મોહ પામે છે – સદ્‌ અસદ્‌ વિવેકરહિત બને છે. અર્થાત્‌ દુઃખને અનુભવતો મૂઢ બનીને ફરી પાપ કરી વારંવાર સંસાર-સાગરમાં અનંતકાળ ભમે છે.
તેથી મોહને છોડીને સમ્યગ્‌ રીતે ઉત્થિત થઈ, સ્તુતિ રૂપ આત્મશ્લાધા અને વસ્ત્રાદિ લાભરૂપ પૂજનને પરીહરે. એ રીતે વર્તતો સ-હિત કે જ્ઞાનાદિયુક્ત થઈને દીક્ષા લઈ; બીજા જીવોને સુખના વાંછક તથા દુઃખના દ્વેષી જાણીને-દરેકને પોતાના આત્મવત માની તે પ્રાણીને બચાવે.

Linked texts (2)