Suyagada 240
Sūyagaḍa: ṭīkānusārī vivecana 240
- Language
- Gujarati
240
વિવેચન :–૧૭૮ થી ૧૮૦
આત્મા જેના વડે દંડાય-હિતથી ભ્રષ્ટ થાય તે આત્મદંડ, જે અનાર્યોનું અનુષ્ઠાન છે તથા તેઓ વિપરીત આગ્રહમાં આરૂઢ, અંતઃકરણ વૃત્તિવાળા છે તે મિથ્યાત્વથી ઉપહત દૃષ્ટિવાળા છે. તથા તે હર્ષ-દ્વેષથી યુક્ત અર્થાત્ રાગ-દ્વેષથી આકુળ છે, આવા અનાર્યો, સદાચારી સાધુને ક્રીડા કે દ્વેષથી ક્રૂર કર્મ કરીને દંડ આદિથી કે વચનથી સંતાપે છે. તે જ બતાવે છે–
પૂર્વોક્ત અનાર્યો આત્માનું અહિત કરનારા, મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા, રાગદ્વેષયુક્ત છે. અનાર્ય દેશમાં આવતા સાધુને કહે છે કે આ જાસૂસ છે, ચોર છે, એમ માનીને સુવ્રતી સાધુને પીડે છે, દોરડા વડે બાંધે છે. સત્-અસત્ વિવેકરહિત તે અજ્ઞાની ક્રોધ વચનથી સાધુને તિરસ્કારે છે.
તે અનાર્ય દેશની સીમાએ વર્તતા સાધુને અનાર્યો દંડ કે મુઠ્ઠીથી મારે છે અથવા બીજોરા આદિ ફળથી કે તલવારથી કદર્થના કરે છે ત્યારે કોઈ અપરિણત, અજ્ઞાન સાધુ સ્વજનોને યાદ કરે છે. જેમકે – જો અહીં મારા સંબંધી હોય તો મને આવી કદર્થના ન થાત. જેમ કોઈ સ્ત્રી ક્રોધથી ઘરથી નીકળી ગયેલ, નિરાધાર બની, માર્ગમાં સૌને વહાલી લાગતી હોવાથી ચોરો દ્વારા પીડાતાં પોતાના સગાને યાદ કરે, તેમ સાધુ સગાને યાદ કરે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati