Suyagada 244
Sūyagaḍa: ṭīkānusārī vivecana 244
- Language
- Gujarati
244
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૮૨ :– [૧/૩/૨/૧૮૨]
સ્નેહાદિ સંબંધરૂપ અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે, સાધુ માટે તે દુર્લઙ્ઘ્ય છે.
અહીં જે કોઈ સાધુ વિષાદ કરે છે, તે સંયમ પાલનમાં સમર્થ થતાં નથી.
વિવેચન :–
હવે પ્રતિકૂળ ઉપસર્ગ પછી અનુકૂળ ઉપસર્ગો કહે છે. - X - હવે - X - કહેવાતા અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે. કેમકે તે પ્રાયઃ ચિત્તમાં વિકાર કરનારા હોવાથી અંદર રહેલા છે, પ્રતિકૂળ ઉપસર્ગો ઘણે ભાગે શરીરને પીડાકારી હોવાથી પ્રગટરૂપે બાદર છે. સંગ એટલે માતા-પિતાદિનો સંબંધ જે સાધુને પણ છોડવો મુશ્કેલ છે, પ્રાયે જીવિતનો નાશ કરે તેવા પ્રતિકૂળ ઉપસર્ગોમાં માધ્યસ્થતા રાખવી મહાપુરૂષ માટે શક્ય છે, પણ અનુકૂળ ઉપસર્ગો તેવા મહાન સાધુને ધર્મથી પતિત કરે છે, માટે દુરુત્તર છે.
આવા ઉપસર્ગો આવતા કેટલાંક અલ્પસત્વી સત્ અનુષ્ઠાનમાં શિથીલ બને છે અથવા સર્વથા સંયમને તજે છે. પણ પોતાને સંયમાનુષ્ઠાનમાં પ્રવર્તાવવા કે સ્થાપવા સમર્થ થતા નથી. હવે સૂક્ષ્મ સંગોને કહે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati