Suyagada 246
Sūyagaḍa: ṭīkānusārī vivecana 246
- Language
- Gujarati
246
વિવેચન :–૧૮૩ થી ૧૮૫
માતા-પિતાદિ સ્વજન દીક્ષા લેતા કે દીક્ષા લીધેલાને મળતાં તેને વીંટીને રડે છે કે રડતા દીનવચનો બોલે છે કે અમે તને બાળપણથી પોસ્યો હતો જેથી બૂઢાપામાં તું અમારી સેવા કરે, માટે હવે તું અમારું પોષણ કર અથવા કયા કારણથી કે કોના દબાણથી તું અમને છોડીને જાય છે? તારા વિના અમારું કોઈ રક્ષક નથી.
હે પુત્ર! જો આ તારા પિતા સો વર્ષથી અધિક વૃદ્ધ છે, તારી બહેન અપ્રાપ્ત યૌવના-નાની છે, જો આ તારા સહોદર ભાઈઓ છે; તું અમને શા માટે છોડે છે?...
આ તારી માતા છે, પિતા છે, તેનું તું ભરણ-પોષણ કર. એમ કરવાથી તારું આ લોક અને પરલોકમાં ભલું થશે. હે પુત્ર! આ જ લોકે આચરેલું છે, આ જ લૌકીક માર્ગ છે કે - વૃદ્ધ માતા-પિતાનું પાલન કરવું.
કહ્યું છે કે જ્યાં વડીલો પૂજાય છે - X - X - ત્યાં જ હું વસું છું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati