Pramāṇa · Search · About · API

Suyagada 255

Sūyagaḍa: ṭīkānusārī vivecana 255

Language
Gujarati

255

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૯૬ થી ૨૦૦ :– [૧/૩/૨/૧૯૬ થી ૨૦૦]
રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય, ઉત્તમ આચારથી જીવતા સાધુને ભોગ માટે નિમંત્રિત કરે છે...
[તે કહે છે–] હે મહર્ષિ! તમે આ હાથી, ઘોડા, અશ્વ, રથ, યાનમાં બેસો, ઉદ્યાનાદિમાં વિચરો, આ પ્રશસ્ત ભોગો ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ...
વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શય્યા-આ ભોગોને ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ...
તમે જે નિયમોનું અનુષ્ઠાન ભિક્ષુભાવથી કર્યું છે, હે સુવ્રતી! ગૃહવાસમાં રહીને પણ, તમે સંયમનું અનુષ્ઠાન કરી શકો છો...
દીર્ઘ કાળથી સંયમાનુષ્ઠાનમાં વિચરતા તમને હવે કયો દોષ લાગવાનો છે? આ પ્રમાણે સુવરને લલચાવે, તેમ ભોગના નિમંત્રણથી સાધુને ફસાવે છે.

Linked texts (1)