Suyagada 256
Sūyagaḍa: ṭīkānusārī vivecana 256
- Language
- Gujarati
256
વિવેચન :–૧૯૬ થી ૨૦૦
– ચક્રવર્તી આદિ રાજા, રાજાના મંત્રી, પુરોહીત આદિ, બ્રાહ્મણો અથવા ઈક્ષ્વાકુવંશજ આદિ ક્ષત્રિયો; આ બધાં શબ્દાદિ વિષય - ભોગોપભોગ માટે સાધુને નિમંત્રણ કરે છે તે ભિક્ષુ આચાર વડે જીવનારા છે. જેમ બ્રહ્મદત્તચક્રીએ વિવિધ ભોગ વડે ચિત્ર સાધુને નિમંત્ર્યા, તેમ બીજા પણ કોઈ સંબંધી, યૌવન રૂપાદિ ગુણયુક્ત સાધુને વિષયસુખ વડે - નિમંત્રણા કરે છે. આ જ બતાવવા માટે કહે છે–
– હાથી, અશ્વ, રથ, યાન વડે તથા ક્રીડાયોગ્ય વિહારસ્થાન - ઉદ્યાન આદિમાં ક્રીડાર્થે જવા માટે, ચ શબ્દથી અન્ય ઈન્દ્રિય અનુકૂળ વિષયો વડે નિમંત્રે છે. જેમકે - શબ્દાદિ વિષયોને ભોગવો. અમારા દ્વારા અર્પણ પ્રત્યક્ષ, નીકટ, પ્રશસ્ત, નિંદ્ય ભોગોને હે સાધુ! અમે આપની પાસે રજૂ કરીને આપનો સત્કાર કરીએ છીએ.
– ચીનાંશુકાદિ વસ્ત્ર, કોષ્ટપુટ પાકાદિ ગંધ, તે બંને મળી વસ્ત્રગંધ થયું તથા કટક, કેયુરાદિ અલંકાર, યુવાન સુંદર સ્ત્રી, પલંગ-ગાદલાં આદિ તે તમે ઈન્દ્રિય-મનોનુકૂલ અમારા આપેલા ભોગો ભોગવી મનુષ્ય જન્મ સફળ કરો. હે આયુષ્યમાન! અમે તમારો સત્કાર કરીએ છીએ.
– જે તમે પૂર્વે પ્રવ્રજ્યા અવસરે મહાવ્રતાદિ રૂપ જે નિયમ લીધો છે, ઈન્દ્રિય અને મનને વશ કરવાથી હે સુવ્રત! હમણા ઘરમાં ગૃહસ્થ ભાવને સમ્યક્ રીતે પાળવાથી તેવી જ રીતે વ્રતો કાયમ છે. તમે પૂર્વે આચરેલ સુકૃત-દુષ્કૃતનો નાશ થતો નથી.
– ઘણા કાળ સંયમ અનુષ્ઠાન પાળવાથી હવે તમને શું દોષ છે? અર્થાત્ જરા પણ નથી. આ પ્રમાણે હાથી, અશ્વ, રથ આદિ તથા વસ્ત્ર, ગંધ, અલંકારાદિ વડે, વિવિધ ઉપભોગ ઉપકરણ વડે તે સારા સાધુને પણ ભોગ વિષયમાં બુદ્ધિ કરાવે છે. દૃષ્ટાંત-જેમ વ્રીહિ દાણા વડે વરાહને ફાંસામાં ફસાવે એ રીતે તે સાધુને ફસાવે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati