Pramāṇa · Search · About · API

Suyagada 26

Sūyagaḍa: ṭīkānusārī vivecana 26

Language
Gujarati

26

[નિર્યુક્તિ–૩૦ થી ૩૨]
આ અધ્યયનના ચાર ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશાના છ અર્થાધિકાર પહેલી ગાથા વડે બતાવ્યા. જેમકે – પંચભૂતો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ તે પાંચે સર્વલોક વ્યાપી હોવાથી મહાન ભૂતો છે તેનું વર્ણન એક અર્થાધિકારમાં છે. ચેતન-અચેતન બધું આત્મવિવર્ત છે તેથી આત્મા અદ્વૈતવાદ છે તે બીજો અર્થાધિકાર. તે જીવ કાયાકારમાં ભૂતપરિણામે રહ્યો હોવાથી તે જીવ - તે શરીર એક છે તે મતનો ત્રીજો અર્થાધિકાર. જીવ અકારક - સર્વ પૂન્ય, પાપનો અકર્તા છે એમ માનવું તે ચોથો અર્થાધિકાર. પાંચ ભૂતથી આત્મા જુદો છે, તેથી છઠ્ઠો ભૂત માનવો તે પાંચમો અર્થાધિકાર અને અફળવાદી-કોઈ ક્રિયાનું ફળ નથી તે માને એ છઠ્ઠો અધિકાર.
બીજા ઉદ્દેશામાં ચાર અર્થાધિકાર આ પ્રમાણે – નિયતિવાદ, અજ્ઞાનિક મત, જ્ઞાનવાદ અને કર્મ ઉપચય ચાર પ્રકારે નથી તે શાક્યમત. એ ચાર અધિકાર છે. ચાર પ્રકારનું કર્મ અવિજ્ઞાન અનાભોગે કરેલ છે. જેમ માતાના સ્તનાદિ આક્રમણથી પુત્રની વ્યાપત્તિમાં અનાભોગથી કર્મ બંધાતુ નથી. તથા પરિજ્ઞાન - કેવળ મન વડે પર્યાલોચન કરવું. તેના વડે કોઈ પ્રાણીને મારવાના અભાવથી કર્મનો ઉપચય થતો નથી. ઈર્યા-ગમન વડે પણ કર્મ ઉપચય થતો નથી. કેમકે તેમાં પ્રાણીનો નાશ થવાનો અભાવ છે તથા સ્વપ્નમાં કર્મ ઉપચય થતો નથી. જેમ સ્વપ્નમાં ભોજન કરવાથી તૃપ્તિ થતી નથી.
ત્રીજા ઉદ્દેશામાં આધાકર્મ વિચાર - તે ખાનારના દોષનું દર્શન છે, તથા કૃતવાદી કહે છે - આ લોક ઈશ્વરે બનાવ્યો છે અથવા પ્રધાનાદિ કૃત છે. જેમકે તે પ્રવાદીઓ પોત-પોતાના કૃતવાદને લઈને ઊભા છે તે બીજો અધિકાર.
ચોથા ઉદ્દેશામાં ગૃહસ્થોમાં જે અનુષ્ઠાન છે, તે અસંયમથી પ્રધાન કર્તવ્યો વડે તેને પરપ્રવાદી-પરતીર્થિકની ઉપમા અપાઈ છે.
હવે અનુગમ કહે છે – તેના બે ભેદ-સૂત્રાનુગમ અને નિર્યુક્તિ અનુગમ. તેમાં નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે – નિક્ષેપ, ઉપોદ્‌ઘાત, સૂત્ર સ્પર્શિક. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ અનુગત છે. કેમકે તે ઓઘ નામ નિષ્પન્ન નિક્ષેપામાં છે. હવે સૂત્રનું નિક્ષેપન કરાશે. ઉપોદ્‌ઘાત નિર્યુક્તિ અનુગમ ૨૬માં દ્વારમાં પ્રતિપાદિત બે ગાથાથી જાણવો. તે આ પ્રમાણે – ઉદ્દેસે નિદ્દેસે ય. વગેરે.
(સૂત્ર પૂર્વેની આરંભિક ‘ચૂર્ણિ’ ખાસ જોવી. ચૂર્ણિમાં આ સમગ્ર ભૂમિકાના વિવરણમાં ઉક્ત વૃત્તિ-અનુવાદ કરતા ઘણે સ્થાને ભિન્નતા જોવા મળે છે.)
અધ્યયન-૧ ‘સમય’, ઉદ્દેશક-૧
સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ અનુગમ સૂત્ર હોય તો સંભવે છે. સૂત્ર સૂત્રાનુગમમાં છે. તે અવસર આવ્યો જ છે, તેથી સૂત્ર ઉચ્ચારણ કરીએ–