Pramāṇa · Search · About · API

Suyagada 25

Sūyagaḍa: ṭīkānusārī vivecana 25

Language
Gujarati

25

[નિર્યુક્તિ–૨૯]
સમયનો નિક્ષેપ બાર પ્રકારે છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, કુતીર્થ, સંગાર, કુલ, ગણ, સંકર, ગંડી અને ભાવ. તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે.
દ્રવ્ય સમય એટલે દ્રવ્યની સમ્યગ્‌ પરિણતિ અર્થાત્‌ સ્વભાવ. તે આ પ્રમાણે – જીવદ્રવ્યનો ઉપયોગ, પુદ્‌ગલ દ્રવ્યનું મૂર્તત્વ, ધર્મ-અધર્મ-આકાશનું ગતિ-સ્થિતિ-અવગાહના લક્ષણ અથવા જે દ્રવ્યનો ઉપયોગકાળ. જેમકે વર્ષામાં લવણ અમૃત સમાન, શરદ ઋતુમાં પાણી, ગાયનું દૂધ હેમંતમાં, શિશિરમાં આમળાનો રસ, વસંતમાં ઘી, ગ્રીષ્મમાં ગોળ અમૃત સમાન છે.
ક્ષેત્ર સમય – ક્ષેત્ર એટલે આકાશ, તેનો સ્વભાવ. જેમકે - પરમાણુથી પણ પૂરાય, બે થી પણ પૂરાય, સો, સો લાખ, કોડી સહસ્ર પણ સમાઈ જાય. અથવા દેવકુરૂ આદિ ક્ષેત્રનો આવો અનુભાવ છે કે ત્યાં ઉત્પન્ન થતાં પ્રાણીઓ સુરૂપવાળા, નિત્ય સુખી, નિર્વૈર હોય. ક્ષેત્રનો પરિકર્મણ અવસર ક્ષેત્રસમય છે.
કાળસમય તે સુષમાદિનો અનુભાવ વિશેષ છે, અથવા કમળના સો કોમળ પાંદડા ભેદાઈ જાય તેથી પણ સમય બારીક છે. એમ દ્રવ્ય ક્ષેત્રકાળ સમય કહ્યો.
કુતીર્થ સમય એટલે પાખંડીના પોત-પોતાના માનેલા આગમ વિશેષ-તે જાણવા કે તેમાં બતાવેલા અનુષ્ઠાન છે.
સંગાર સમય સંકેતરૂપ છે. જેમકે પૂર્વભવમાં સિદ્ધાર્થ સારથી દેવે પૂર્વકૃત સંકેત મુજબ કૃષ્ણના મૃતકને લઈ જતાં બળદેવને પ્રતિબોધિત કર્યા.
કુલ સમય તે કુલાચાર. જેમકે શક લોકોની પિતૃશુદ્ધિ આદિ.
ગણસમય – જેમ મલ્લોનો આચાર છે કે - કોઈ અનાથ મલ્લ મરે તો તેની જાતિવાળા તેનો સંસ્કાર કરે, પડી ગયો હોય તેનો ઉદ્ધાર કરે.
સંકર સમય - ભિન્ન જાતિઓનું મળવું, તેમાં એક વાક્યપણું જેમકે વામમાર્ગીમાં અનાચાર ગુપ્ત છે.
ગંડીસમય - જેમ શાક્યો ભોજન અવસરે ગંડી-તાડન કરે છે.
ભાવસમય તે નોઆગમથી આ અધ્યયન છે. તેનો જ અહીં અધિકાર છે. બાકીના નિક્ષેપા શિષ્યની મતિ વિકસાવવા બતાવ્યા. હવે ઉદ્દેશા–