Pramāṇa · Search · About · API

Suyagada 261

Sūyagaḍa: ṭīkānusārī vivecana 261

Language
Gujarati

261

વિવેચન :–૨૦૪, ૨૦૫
મંદબુદ્ધિના જીવો દૃષ્ટાંત વડે જ સહેલાઈથી બોધ પામે છે, તેથી પહેલા દૃષ્ટાંત કહે છે – જેમ કોઈ બીકણ - X - શત્રુ સાથે યુદ્ધ અવસરે પહેલાથી જ આપત્તિ પ્રતિકાર માટે દૂર્ગ આદિ સ્થાનો જોઈ રાખે છે. તે જ બતાવે છે વલય – જેમાં પાણી વલય આકારે હોય કે પાણી ન હોય તેવો દુઃખે પ્રવેશ થાય તેવો ખાડો. ગહન – કેડ સમાણા ધવ આદિ વૃક્ષો. પ્રચ્છન્ન એવી પર્વતીય ગુફા. તેને તે ભીરુ જોઈ રાખે છે. કેમકે તે માને છે કે આવા ભયંકર યુદ્ધમાં - X - કોણ જાણે કે અહીં કોનો પરાજય થશે? કેમકે કાર્યસિદ્ધિ ભાગ્યાધીન છે. વખતે થોડા માણસો ઘણાંને જીતી લે છે.
વળી એક મુહૂર્ત્તથી બીજું મુહૂર્ત્ત-અવસર એવો હોય છે, જેમાં જય કે પરાજય સંભવે છે. તે વખતે આપણે પરાજય પામીએ તો નાસવું પડે, તેમ વિચારી બીકણ પાછળ મુશ્કેલી નિવારવા શરણ શોધી રાખે છે.
આ બે શ્લોક વડે દૃષ્ટાંત બતાવી હવે બોધ આપે છે–

Linked texts (2)