Pramāṇa · Search · About · API

Suyagada 265

Sūyagaḍa: ṭīkānusārī vivecana 265

Language
Gujarati

265

વિવેચન :–૨૦૯, ૨૧૦
જે મહાસત્વી છે, શત્રુ સામે લડતાં પ્રખ્યાત થયા છે, તેઓ શૂરવીરોમાં મુખ્ય છે, યુદ્ધ સમયે લશ્કરના મોખરે રહે છે. તેઓ યુદ્ધમાં પ્રવેશીને નાસીને જવાને દૂર્ગ આદિ રક્ષણ શોધતા નથી. તેઓ અભંગકૃત બુદ્ધિવાળા છે, તે એવું માને છે કે - અહીં આપણે બીજું શું થવાનું છે? બહુ-બહુ તો મરણ થશે.
તે મરણ પણ શાશ્વત યશના પ્રવાહવાળું છે, તેનું દુઃખ આપણને અલ્પમાત્ર છે. કહ્યું છે કે – નાશવંત ચપળ પ્રાણો વડે અવિનશ્વર યશ વાંછતા કદાચ શૂરોનું મરણ થાય તો પણ તેને શું નથી મળ્યું?
આ દૃષ્ટાંતથી બોધ આપે છે – જેમ સુભટ નામ-કુળ-શૌર્ય-શિક્ષા વડે વિખ્યાત છે, તેઓ બખ્તર પહેરેલા, તલવાર લીધેલા, શત્રુને ભેદી નાંખનારા પાછળ જોતાં નથી તેમ મહાસત્વી સાધુ પણ પરલોક પ્રતિસ્પર્ધી ઈન્દ્રિય, કષાયાદિ શત્રુવર્ગને જીતવા સંયમમાં ઉત્થિત છે.
કહ્યું છે – ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઈન્દ્રિયો આત્માને જીતવા મુશ્કેલ છે, પણ આત્મા જીતતા બધું જીતાયું છે. કઈ રીતે દીક્ષા લેવા તૈયાર થયો?
ગૃહપાશને ત્યાગીને, સાવદ્ય અનુષ્ઠાન છોડીને, આત્માને કલંકરૂપ સર્વકર્મથી નિર્મળ કરવા તૈયાર થયેલ અથવા આત્મા એટલે મોક્ષ કે સંયમ, તેના ભાવ માટે સંયમ ક્રિયામાં બરાબર લક્ષ રાખનાર થાય.

Linked texts (2)