Pramāṇa · Search · About · API

Suyagada 277

Sūyagaḍa: ṭīkānusārī vivecana 277

Language
Gujarati

277

વિવેચન :–૨૨૨ થી ૨૨૪
બહવે ગુણાઃ સ્વપક્ષ સિદ્ધિ અને પરદોષ બતાવવા વગેરેમાં કે માધ્યસ્થ આદિનો આત્મામાં પ્રાદુર્ભાવ જે અનુષ્ઠાનમાં થાય તે બહુ ગુણ કલ્પે છે - પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન આદ કે માધ્યસ્થ વચનવાળા અનુષ્ઠાનો સાધુએ વાદ કરતા કે અન્યદા યોજવા જોઈએ. તે જ કહે છે – ચિત્ત સ્વાસ્થ્ય રૂપ સમાધિ જેને છે તે આત્મસાધિક છે. કહ્યું છે કે – જે જે હેતુ દૃષ્ટાંત સ્થાપવા વડે આત્મસમાધિ થાય અર્થાત્‌ માધ્યસ્થ વચન વડે સ્વપક્ષ સિદ્ધિ કે પર અનુપઘાત થાય તેમ વાદ કરે તથા જે અનુષ્ઠાન કે વચનથી ધર્મશ્રવણ આદિ કે અન્ય પ્રવૃત્તિમાં અન્ય તીર્થિ વિરોધ ન કરે તેમ વર્તવું. બીજાને વિરોધ ન થાય તેવું અનુષ્ઠાન કે વચન સાધુએ કરવું.
આ પ્રમાણે પરમતનું નિરાકરણ કરી ઉપસંહાર વડે સ્વમત સ્થાપનાર્થે કહે છે – દુર્ગતિમાં ધારવાથી ધર્મ છે, તે શ્રી મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન થયા પછી દેવ, મનુષ્યોની સભામાં યથાવસ્થિત અર્થ નિરૂપણ કરીને કહ્યો છે અને પરમતનું નિરાકરણ કર્યું છે તે સમજીને સાધુ બીજા માંદા સાધુની વૈયાવચ્ચ કરે. કઈ રીતે કરે? પોતાની શક્તિ મુજબ સમાધિ રહે તે રીતે અર્થાત્‌ જે રીતે આત્માને સમાધિ રહે અને પોતાના યોગો ન સીદાય તે રીતે તે ગ્લાનને સમાધિ ઉપજે તે માટે ગૌચરી આદિ લાવીને આપે.
શું કરવાથી આ થઈ શકે? આ ધર્મ સર્વજ્ઞપ્રણીત, શ્રુત-ચારિત્ર નામક ભેદવાળો, પ્રાણીઓની અહિંસારૂપ સુંદર, પ્રીતિના કારણરૂપ છે તેમ જાણીને.
સદ્‌ભૂત પદાર્થમાં રહેલ દૃષ્ટિ તે સમ્યગ્‌દર્શન જેને છે તે યથાર્થ વસ્તુને જાણનાર તથા રાગ-દ્વેષ દૂર થવાથી શાંતિરૂપ છે, તે ધર્મને સુંદર સમજી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરે, પણ કંટાળીને વિરૂપ ન આચરે એ રીતે સર્વકર્મ ક્ષય થાય ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં તત્પર રહે. - X –

Linked texts (2)