Suyagada 280
Sūyagaḍa: ṭīkānusārī vivecana 280
- Language
- Gujarati
280
વિવેચન :–૨૨૫ થી ૨૨૮
[૨૨૫] કેટલાંક પરમાર્થને ન જાણનારા કહે છે કે – મહાન પુરૂષો એવા વલ્કલચીરી, તારાગણ ઋષિ વગેરે પૂર્વકાળે તપ કરવાથી તપોધન હતા - તેમણે પંચાગ્નિ આદિ તપ-વિશેષથી કાયાને ઘણી તપાવેલી, તેઓ કાચું પાણી પીને, ઉપલક્ષણથી કંદ-મૂલ-ફલાદિ ઉપભોગથી કાચા પાણીના પરિભોગથી સિદ્ધિમાં ગયા. આવું સાંભળીને, તેમાં સદ્ભાવના આવેશથી અજ્ઞાની સાધુ અસ્નાનનો ત્યાગ કરીને, કાચા પાણીના પરિભોગમાં મગ્ન બની સંયમાનુષ્ઠાનમાં વિષાદ પામે છે અથવા તે કાચું પાણી પીએ-વાપરે-ન્હાય વગેરે ઉપયોગ કરે છે. પણ તે બિચારો એમ ન વિચારે કે તે તાપસ આદિ વ્રતવાળા કોઈક જાતિસ્મરણ આદિ નિમિત્તથી સમ્યગ્ દર્શન પામીને જિન કથિત ભાવસંયમ સ્વીકારી જ્ઞાનાવરણીય આદિ કર્મ દૂર કરીને ભરતાદિ માફક મોક્ષે ગયા છે. - X -
[૨૨૬] કેટલાંક કુતીર્થિ સાધુને ઠગવા આમ કહે છે અથવા શિથીલ એવા જૈન સાધુ આવું કહે છે કે – વિદેહ જનપદમાં થયેલ નમી રાજા - X - ફક્ત ભોજન ન કરવાથી મોક્ષે ગયા. તથા રામગુપ્ત રાજર્ષિ આહારાદિ વાપરીને મોક્ષે ગયા. બાહુક કાચું પાણી વાપરીને અને નારાયણ મહર્ષિ પરિણત જળના પરિભોગથી સિદ્ધ થયા.
[૨૨૭] મહર્ષિ એવા આસિલ, દેવિલ, દ્વૈપાયન તથા પારાશર સચિત્ત પાણી, બીજ, વનસ્પતિના પરિભોગથી સિદ્ધ થયા એવું સંભળાય છે.
[૨૨૮] આ નમી આદિ મહર્ષિઓ પૂર્વકાળમાં મહાપુરૂષ તરીકે પ્રખ્યાત હતા, રાજર્ષિરૂપે પ્રસિદ્ધ થયેલા, તથા અહીં જૈનદર્શનમાં ઋષિભાષિત આદિ આગમમાં પણ કેટલાંક સંમત મનાયેલા છે. આ પ્રમાણે અન્યતીર્થિકો કે શિથીલ જૈન સાધુ બોલે છે કે – આ બધા સચિત્ત પાણી, બીજ આદિ ખાઈને સિદ્ધ થયા છે, એવું મેં ભારત આદિ પુરાણોમાં સાંભળેલ છે - હવે ઉપસંહારમાં તેનો પરિહાર કરે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati