Pramāṇa · Search · About · API

Suyagada 282

Sūyagaḍa: ṭīkānusārī vivecana 282

Language
Gujarati

282

વિવેચન :–૨૨૯
આ પ્રમાણે કુશ્રુતિ-ઉપસર્ગના ઉદયથી અજ્ઞાની સાધુ ઉક્ત વિવિધ ઉપાય સાધ્ય સિદ્ધિગમનને અવધારીને સંયમાનુષ્ઠાનમાં સીદાય છે પણ તે અજ્ઞાની એમ વિચારતા નથી કે તે મહર્ષિઓનું સિદ્ધિગમન કોઈ નિમિત્ત થકી થયું છે. જેમકે જાતિસ્મરણાદિ જ્ઞાનથી કે અન્ય રીતે સમ્યગ્‌ દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે વલ્કલચીરી આદિ મોક્ષે ગયા છે પણ સર્વવિરતિના પરિણામરૂપ ભાવલિંગ વિના ફક્ત કાચું પાણી, બીજાદિ ઉપભોગથી જીવહિંસાથી કર્મક્ષયને પામ્યા નથી.
હવે ખેદ પામવાનું દૃષ્ટાંત કહે છે–
ભારવહનથી છિન્ન ગધેડાની જેમ સીદાય છે. જેમ ગધેડા ભાર હલકો થતા ચાલવાના માર્ગમાં જ આળોટે છે, તેમ ઢીલા સાધુ સંયમનો ભાર મૂકી શીતલવિહારી બની જાય છે.
બીજું દૃષ્ટાંત કહે છે – જેમ પાંગળો માણસ આગ વગેરેના ભયથી - X - નાસતા લોકોની પાછળ દોડે છતાં તેનાથી આગળ નીકળતા નથી, પણ તેઓ ત્યાં જ આગમાં સપડાઈ નાશ પામે છે, તેમ શીતલવિહારી મોક્ષ પ્રતિ પ્રવૃત્ત થવા છતાં મોક્ષે પહોંચતા નથી, પણ તે સંસારમાં અનંતકાળ સુધી રહે છે.

Linked texts (2)