Suyagada 286
Sūyagaḍa: ṭīkānusārī vivecana 286
- Language
- Gujarati
286
વિવેચન :–૨૩૧
આ જૈનેન્દ્ર પ્રવચન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક મોક્ષમાર્ગ પ્રતિપાદક છે. તેને ‘‘સુખથી સુખ મળે’’ આદિ કહી મોહથી મોહીત બની તેને તજતાં વૈષયિક સુખથી પરમાર્થ સુખ એવા મોક્ષનો નાશ ન કરો. મનોજ્ઞ આહારથી કામોદ્વેગ, તેથી ચિત્તમાં અશાંતિથી સમાધિ થતી નથી. અસત્ પક્ષના સ્વીકારથી - X - તમે માત્ર આત્માની કદર્થના કરો છો. જેમ લોઢાને ઉપાડનાર માર્ગમાં ચાંદી વગેરેનો લાભ મળવા છતાં કદાગ્રહથી એમ માને કે દૂરથી લાવેલ લોઢું ક્યાં મૂકી દઉં? પછી અલ્પ લાભ થતા પસ્તાવો કરે. તેમ તમે પણ તમારો કદાગ્રહ નહીં મૂકો તો પસ્તાશો. - શાક્યાદિના દોષો કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati