Pramāṇa · Search · About · API

Suyagada 293

Sūyagaḍa: ṭīkānusārī vivecana 293

Language
Gujarati

293

વિવેચન :–૨૩૭
આ રીતે ગુમડું પીલવા આદિ દૃષ્ટાંત મુજબ મૈથુનને નિર્દોષ માનનારા, સ્ત્રી પરીષહથી પરાજિત, સદ્‌ અનુષ્ઠાનની બાજુએ રહેલા નાથવાદી વગેરે તથા પતિત જૈન સાધુ વિપરીત દર્શનવાળા તથા દુષ્ટ કર્મ આદરવાથી કે ધર્મ વિરૂદ્ધ અનુષ્ઠાનથી અનાર્ય એવા ઈચ્છા મદનરૂપ કામભોગમાં કે કામભોગ વડે સાવદ્ય અનુષ્ઠાનમાં રક્ત રહે છે. અહીં લૌકીક દૃષ્ટાંત છે –જેમ પૂતના ડાકણ દૂધપીતા બાળકમાં આસક્ત રહેતી, તેમ આ અનાર્યો કામાસક્ત રહે છે અથવા પૂયણ એટલે ઘેટી પોતાના બચ્ચાને વળગે છે તેમ તેઓ પણ છે. અહીં કથાનક બતાવે છે–
જેમ બધા પશુના બચ્ચાને સૂકા કૂવામાં સ્નેહ પરીક્ષાર્થે ફેંક્યા ત્યારે બીજી પશુ સ્ત્રી કૂવાના કાંઠે રડતી ઊભી રહે છે, પણ ઘેટી સંતાનના સ્નેહમાં અંધ બનીને પરિણામને વિચાર્યા વિના પોતે કૂવામાં પડે છે, માટે બીજા કરતા ઘેટી પોતાના સંતાનમાં વધુ સ્નેહ ધરાવે છે. - X -
કામ આસક્તને દોષો બતાવવા કહે છે–

Linked texts (2)