Suyagada 313
Sūyagaḍa: ṭīkānusārī vivecana 313
- Language
- Gujarati
313
‘સૂત્રકૃત’ સૂત્ર-૨૪૯ થી ૨૫૨ :– [૧/૪/૧/૨૪૯ થી ૨૫૨]
તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે. કામોત્પાદક વસ્ત્રો ઢીલા કરી ફરી પહેરે છે. અધોકાય ખુલ્લી કરે છે, હાથ ઊંચો કરી કાંખ બતાવે છે.
ક્યારેક તે સ્ત્રીઓ એકાંતમાં શયન, આસન પર બેસવા નિમંત્રે છે પણ સાધુએ તેને વિવિધ પ્રકારના પાશ-બંધન જાણવા.
સાધુ તે સ્ત્રી તરફ દૃષ્ટિ ન કરે, તેના આ સાહસનું સમર્થન ન કરે, સાથે વિચરણ ન કરે; આ રીતે સાધુનો આત્મા સુરક્ષિત રહે.
સ્ત્રીઓ સાધુને સંકેત કરીને, વિશ્વાસમાં લઈને ભોગ ભોગવવા સ્વયં નિમંત્રે છે, સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના બંધન સમજે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit