Pramāṇa · Search · About · API

Suyagada 324

Sūyagaḍa: ṭīkānusārī vivecana 324

Language
Gujarati

324

વિવેચન :–૨૬૭, ૨૬૮
સ્ત્રીનો સંગ જ રાગીને હાથ-પગના છેદન માટે થાય છે. અર્થાત્‌ આ મોહાતુરને સ્ત્રી સંબંધથી હાથ-પગનું છેદનાદિ થાય છે. અથવા તે પરદારા સેવીના માંસાદિને કાપીને અગ્નિથી તેમને જીવતા શેકે છે, સ્ત્રીના સંબંધીઓના કહેવાથી રાજપુરૂષો તે પરદારા સેવીને ત્રાસ આપે છે, વાંસડાથી છોલીને તેના ઉપર ક્ષારવાળુ પાણી નાંખે છે.
વળી તે પાપીઓ સ્વકૃત દોષથી કાન, નાક તથા કંઠનું છેદન સહન કરે છે.
આ પ્રમાણે ઘણી વિડંબણા મનુષ્ય જન્મમાં પાપકર્મથી પામીને નરકથી અધિક વેદનાને અનુભવે છે.
‘‘હવે અમે આવા પાપ ફરી નહીં કરીએ’’ એવું બોલે છે - વિચારે છે. આલોક-પરલોક સંબંધી ઘણી દુઃખ વિડંબના સહે છે, પણ તે પાપથી નિવૃત્ત થતા નથી.

Linked texts (2)