Pramāṇa · Search · About · API

Suyagada 326

Sūyagaḍa: ṭīkānusārī vivecana 326

Language
Gujarati

326

વિવેચન :–૨૬૯, ૨૭૦
ગુરૂ પાસેથી અથવા લોકથી સાંભળેલું છે કે સ્ત્રીઓનું ચિત્ત ઘણું ગૂઢ છે, તેનો સંગ કડવા વિપાકવાળો છે, સ્ત્રીઓ ચલ સ્વભાવવાળી છે, દુષ્પરિચારા અને ટૂંકી દૃષ્ટિવાળી છે, સ્વભાવે તુચ્છ અને અહંકારી છે એવું કોઈએ સારી રીતે કહ્યું છે અથવા ઘણા કાળથી લોકશ્રુતિ પરંપરા થકી જાણેલું છે તથા સ્ત્રી સ્વભાવ જણાવનાર શાસ્ત્રમાંથી કે સ્ત્રીના આ સ્વભાવને તેના સંબંધના વિપાકથી આ વાત જણાય છે.
કહ્યું છે કે – સ્ત્રીનું હૃદય ઘણું ગૂઢ છે. તેણીનું મુખ દર્પણમાં રહેલું છે. તેના ભાવ જાણવા પર્વત માર્ગમાં રહેલ દુર્ગ જેવા વિષમ છે. તેણીનું ચિત્ત કમળપત્ર ઉપર પાણી જેવું ચંચળ છે, સ્થિર રહેતું નથી. સ્ત્રીઓ વેલડી માફક વિષના અંકુરા જેવા દોષો વડે વધેલી છે.
સારી રીતે જીતેલી, પ્રીત કરેલી, પ્રસર કરેલી હોય, તો પણ સ્ત્રીનો વિશ્વાસ ન કરવો. સ્ત્રીની કામના કરતા જેણે દુઃખ ન ભોગવ્યા હોય તેવા કોઈ પુરૂષ જીવલોકમાં હોય તો આંગળી ઊંચી કરે.
સ્ત્રીની આ પ્રકૃતિ છે કે, તે બધા પુરૂષનું મન વિહ્વળ કરી દે છે, પણ કામથી નિવૃત્ત થયો હોય તો, તેનું મન સ્ત્રી ચંચળ કરી શકતી નથી.
હવે અકાર્ય કરીશું નહીં એમ કહેવા છતાં કાયાથી વિરૂપ આચરણ જ કરે છે. અથવા પાપકર્મ નહીં કરું એવું કબૂલ કરીને પણ ફરી કુકર્મો કરે છે.
હવે સૂત્રકાર સ્ત્રીનો સ્વભાવ પ્રગટ કરતા કહે છે –
પાતાળના ઉંદર જેવા ગંભીર મન વડે સ્ત્રીઓ મનથી જૂદું ચીંતવે છે, માત્ર કાનને ગમે પણ પરિણામે ભયંકર એવી વાણીથી જૂદું જ બોલે છે, વર્તનમાં કંઈ જૂદું જ કરે છે.
આ રીતે સ્ત્રીઓ ઘણી માયાવી છે. આવું જાણીને સાધુ, સ્ત્રીનો વિશ્વાસ ન કરે, તેની માયાજાળમાં ન ફસાય. દૃષ્ટાંત કહે છે–
દત્તને કોઈ ગણિકાએ અનેક પ્રકારે ઠગવા છતાં તેણે વેશ્યાને વાંછી નહીં, તેથી તેણી બોલી કે હવે મારે દૌર્ભાગ્યથી કલંકિત એવીને જીવીને શું પ્રયોજન છે? હવે હું અગ્નિ પ્રવેશ કરીશ.
ત્યારે દત્તે કહ્યું કે વેશ્યા માયાથી આવું પણ કરે છે. વેશ્યા પૂર્વે ખોદાવેલી સુરંગમાં થઈ, અગ્નિ સળગાવી, ઘેર જતી રહી. દત્તે તેણીના કપટને વિચાર્યું તો પણ ધૂર્તોએ તેને અગ્નિમાં ફેંકી દીધો.
માટે સ્ત્રીઓનો વિશ્વાસ કરવો નહીં.

Linked texts (2)