Suyagada 327
Sūyagaḍa: ṭīkānusārī vivecana 327
- Language
- Gujarati
327
‘સૂત્રકૃત’ સૂત્ર-૨૭૧ થી ૨૭૪ :– [૧/૪/૧/૨૭૧ થી ૨૭૪]
વિવિધ વસ્ત્રો અને અલંકારયુક્ત કોઈ યુવતી શ્રમણને કહે છે કે હે ભયથી બચાવનાર! મને ધર્મ કહો, હું વિરત બની સંયમ પાળીશ.
અથવા શ્રાવિકા હોવાથી હું સાધુની સાધર્મિણી છું. પણ જેમ અગ્નિના સહવાસથી લાખનો ઘડો પીગળે તેમ સ્ત્રી સંસર્ગથી વિદ્વાન વિષાદ પામે છે.
જેમ લાખનો ઘડો અગ્નિથી તપ્ત થઈ શીઘ્ર નાશ પામે છે, તેમ સ્ત્રીના સંસર્ગથી સાધુ શીઘ્ર સંયમથી ભ્રષ્ટ થાય છે.
કોઈ સાધુ પાપકર્મ કરે છે, પણ પૂછીએ તો જલદી કહે છે કે હું પાપકર્મ કરતો નથી, આ સ્ત્રી તો બાળપણથી મારા ખોળે રમેલી છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit