Pramāṇa · Search · About · API

Suyagada 334

Sūyagaḍa: ṭīkānusārī vivecana 334

Language
Gujarati

334

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૭૯ થી ૨૮૧ :– [૧/૪/૨/૨૭૯ થી ૨૮૧]
ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીમાં મૂર્ચ્છિત, કામમાં અતિ પ્રવૃત્ત સાધુને પોતાના વશમાં જાણી પછી પગ વડે સાધુના મસ્તક પર સ્ત્રી પ્રહાર કરે છે.
સ્ત્રી કહે છે – જો મારા વાળને કારણે તમે મારી સાથે વિહરણ ન કરતા હો તો હું લોચ કરી દઈશ, પણ તમે મને છોડીને બીજે ન જશો.
જ્યારે તે સાધુ વશમાં આવી જાય ત્યારે તે સ્ત્રી તેને અહીં-તહીં કામ કરવા મોકલે છે, કહે છે કે - તુંબડી કાપવા છરી લાવો, ફળ લાવો.

Linked texts (2)