Pramāṇa · Search · About · API

Suyagada 335

Sūyagaḍa: ṭīkānusārī vivecana 335

Language
Gujarati

335

વિવેચન :–૨૭૯ થી ૨૮૧
– સ્ત્રીના સંસ્તવ પછી તે સાધુ શીલભેદ-ચારિત્ર સ્ખલન પામીને સ્ત્રીમાં ગૃદ્ધ બને છે, તે જ વાતને વિશેષ જણાવે છે - જેની ઈચ્છા-મદનરૂપ કામમાં બુદ્ધિ કે મનની પ્રવૃત્તિ છે તે કામનો અભિલાષુક છે, તેને આવો કામી જાણીને, ધોળામાં કાળું સ્વીકારનાર છે એમ સમજીને, પોતાને વશ થયો જાણીને, પોતાનું તથા તેનું કરેલું કહી બતાવે છે, તે કહે છે–
હે સાધુ! તારું માથુ મુંડાવેલું છે, પરસેવાના મેલથી દુર્ગંધ નીકળે છે, તારા બગલ-છાતી-ગુપ્ત ભાગ જુગુપ્સનીય છે, છતાં મેં તને કુળ, શીલ, મર્યાદા, લજ્જા, ધર્માદિ તજીને મારું શરીર આપ્યું, પણ તું તો ગણતરી વિનાનો છે, આ પ્રમાણે કોપાયમાન થઈને તે સ્ત્રી આ વિષયમૂર્ચ્છિત સાધુને મનાવવા તેના પગમાં પડે છે.
કહ્યું છે કે – કેસરા ફૂલાવેલા, મોટા માથાવાળા સિંહો, દાન મદના પાણીથી જેના કપોલ ઉપર પાતળી રેખા પડેલી છે તેવા હાથીઓ તથા મેધાવી પુરૂષો, શૂરવીરો સ્ત્રી પાસે કાપુરૂષ બની જાય છે તેથી વિષયમાં એકાંત ગૃદ્ધ જાણીને પછી પોતાના ડાબા પગને ઊંચો કર, તે સ્ત્રી, તેના માથામાં લાત મારે છે, આરીતે તે વિડંબણા પામે છે.
– હવે તે સ્ત્રી કહે છે - હે સાધુ! જો વાળવાળી એવી પત્ની સાથે તું ન વિચરે, વાળવાળી સ્ત્રી સાથે ભોગ ભોગવતા તને શરમ આવતી હોય તો તારા સંગને ઈચ્છતી એવી હું વાળનો પણ લોચ કરી દૂર કરી દઈશ. પછી બીજા અલંકારાદિની તો વાત જ ક્યાં રહી?
ઉપલક્ષણથી બીજું પણ જે કંઈ દુષ્કર વિદેશગમન આદિમાં હોય, તે બધું જ હું કરીશ. પણ મને છોડીને બીજે ક્યાંય ન જઈશ. અર્થાત્‌ મારા વિના તમારે એક ક્ષણ પણ ન રહેવું. એ જ તમને મારી પ્રાર્થના છે. હું પણ તમે જે આજ્ઞા કરશો, તે-તે કરીશ.
– આ પ્રમાણે અતિ મનોહર, વિશ્વાસ્ય, અલ્પકાળ માટે સુંદર વચનો વડે વિશ્વાસ પમાડીને પછી તે સ્ત્રી શું કરે છે, તે કહે છે - વિશ્વાસના વચનો જ્યારે આ સાધુ મારે વશ થયો છે, તેમ આકૃતિથી કે ચેષ્ટા લક્ષણથી સ્ત્રીઓ જાણી લે છે, પછી તે કપટનાટકની નાયિકા સ્ત્રીઓ સાધુનો અભિપ્રાય જાણીને પછી અનુચિત કર્મ વ્યાપારમાં તે સાધુને યોજે છે. અથવા તેવા સાધુના વેષમાં જ તેની પાસે જે કામ કરાવે છે, તે બતાવે છે–
જેના વડે તુંબડું છેદાય તેવી છરી આદિ લઈ આવ! એટલે તુંબડાનું મોઢું વગેરે બનાવીએ - પાત્રાદિની મુખાદિ કરીએ તથા સુંદર નાળિયેર વગેરેના ફળો, તુંબડાં આદિ તમે લઈ આવો અથવા વાક્‌ફળ એટલે ધર્મકથારૂપ વ્યાકરણ કે વ્યાખ્યાનરૂપ વાચાનું ફળ - વસ્ત્રાદિ લાવ.

Linked texts (2)