Pramāṇa · Search · About · API

Suyagada 337

Sūyagaḍa: ṭīkānusārī vivecana 337

Language
Gujarati

337

વિવેચન :–૨૮૨ થી ૨૮૫
– તથા શાક, ટક્ક, વસ્તુલ આદિ, પાંદડા વગેરે રાંધવા માટે લાકડા લાવો, ક્યાંક અન્ન-ભાત વગેરે રાંધવા માટે એવો પાઠ છે અથવા રાત્રે પ્રકાશ કરવા કામ લાગશે માટે અટવીમાંથી લાકડાં લાવવા કહે છે. તથા પાતરા રંગ, જેથી હું [સાધ્વી બની] સુખેથી ભિક્ષા લાવું અથવા મારા પગ અલતા આદિથી રંગ અથવા બીજું કામ છોડીને અહીં આવ અને જલદી મારો વાંસો ચોળ, મારું અંગ દુઃખે છે, તેથી દબાવ, પછી બીજું કામ કરજે.
– મારા વસ્ત્રો જીર્ણ થયા છે, તેથી બીજા લાવી આપ અથવા મેલાં વસ્ત્રો ધોબીને આપ અથવા મારા વસ્ત્રો ઉંદર આદિ ખાઈ ન જાય તેનું ધ્યાન રાખ. અન્ન, પાણી લઈ આવ. ગંધ-પુષ્ટાદિ, હિરણ્ય તથા શોભન રજોહરણ લાવ. હું લોચ કરાવી શકું તેમ નથી માટે મારુ માથું મુંડવા વાણંદ લાવ. હે શ્રમણ! મને આજ્ઞા આપ, જેથી હું મારા લાંબા વાળ દૂર કરી શકું.
– અથ શબ્દ અધિકાર અંતર પ્રદર્શન માટે છે. પૂર્વે વેશ-ઉપકરણ આદિને આશ્રીને વર્ણન કર્યું, હવે ગૃહસ્થના ઉપકરણને આશ્રીને કહે છે. જેમકે - અંજણી-કાજલ રાખવાની નળી મને લાવી આપ, કટક-કેયુરાદિ અલંકાર લાવી આપ. ખુંખુણક મને આપ. જેથી હું સર્વાલંકારથી વિભૂષિત થઈને વીણાના વિનોદ વડે તમને પ્રસન્ન કરું. તથા લોઘ્ર, લોઘ્રના ફૂલ, કોમળ છાલવાળી વાંસની વાંસળી લાવ, તે દાંત કે ડાબા હાથ વડે પકડીને જમણા હાથ વડે વીણા માફક વગાડાય છે, એવી ગોળી લાવ, જે ખાઈને હું નષ્ટ ન થનાર યૌવનવાળી બનું.
– ઉત્પલકુષ્ઠ તથા અગર, તગર આ બંને ગંધદ્રવ્યો છે. આ કુષ્ઠ આદિ વીરણીના મૂળ સાથે વાટવાથી જેમ સુગંધી થાય તેમ કર તથા લોઘ્ર કુંકુમ આદિ વડે સંસ્કારિત તેલ મારા મુખ માટે અને અભ્યંગન માટે લાવ. એવા તેલને લગાડવાથી મારું મુખ કાંતિવાળું થાય તથા વેણુ-વાંસની બનેલી પેટી, કરંડક આદિ લાવ, જેથી તેમાં વસ્ત્રાદિ રાખું.

Linked texts (2)