Suyagada 339
Sūyagaḍa: ṭīkānusārī vivecana 339
- Language
- Gujarati
339
વિવેચન :–૨૮૬ થી ૨૮૯
નંદીચૂર્ણ એટલે ઘણાં દ્રવ્ય-ભેગા કરીને હોઠ પર લગાડવા બનાવેલ ચૂર્ણ. આવું ચૂર્ણ કોઈપણ રીતે લાવો. તડકા અને વરસાદના રક્ષણ માટે છતરી તથા પગરખાંની મને આજ્ઞા આપો, તેના વિના ચાલે તેમ નથી. તથા શાક, પાન સમારવા છરી આદિ લાવો, પહેરવા માટે ગુલિકાદિથી વસ્ત્રને રંગી દો જેથી તે કંઈક કે પૂર્ણ નીલું થાય. ઉપલક્ષણથી લાલ કે બીજા કોઈ વર્ણનું બને.
સારી રીતે કે સુખેથી જેમાં છાશ વગેરે ઉકળે તે સુફણી, અર્થાત્ થાળી કે કડાઈ નામક વાસણ તે શાક રાંધવા લાવો. સ્નાન કે પિત્તના ઉપશમન માટે આંબળા લાવી આપો. પાણી લાવવા માટે ઘડો લાવી દો. ઉપલક્ષણથી ઘી, તેલ આદિ લાવવાના બધાં વાસણ લાવી દો. ચાંદલો કરવા હાથીદાંત કે સોનાની સળી લાવો, જેનાથી ગોરા-ચંદનાદિ યુક્ત તિલક કરું. અથવા જેના વડે તલ પીસાય તે તિલક કરણી કહેવાય. સૌવીરક આદિ અંજન તથા આંખ આંજવાની સળી લાવો. ઉનાળામાં તાપ શાંત કરવાનો વીંઝણો લાવો.
નાકના વાળ ચૂંટવાનો ચીપીયો, વાળ સંવારવાની કાંસકી, અંબોળાને સરખો કરવાને ઉનની જાળી, આખું શરીર જેમાં દેખાય તેવું દર્પણ તથા દાંતને સાફ કરવા દંતપ્રક્ષાલન મારી પાસે લાવીને મૂકો.
સોપારી, પાન ખાવા લાવો, સાંધવા સોય-દોરો લાવ. પેશાબ કરવાની કુંડી લાવો કેમકે રાત્રે બહાર જઈને પેશાબ હું કરી શકું નહીં મને બીક લાગે છે. જો આવી કુંડી હોય તો મારે બહાર ન જવું પડે. આના દ્વારા બીજા અધમ કર્તવ્ય પણ ઉપલક્ષણથી જાણવા. તથા ચોખા વગેરે ઝાટકવા સૂપડું લાવો, સાજીખાર આદિ ગાળવાના બધાં સાધનો લાવી આપો.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati