Suyagada 345
Sūyagaḍa: ṭīkānusārī vivecana 345
- Language
- Gujarati
345
વિવેચન :–૨૯૬, ૨૯૭
પૂર્વોક્ત સ્ત્રીસંબંધી જે કંઈ કહેવાયુ, તે મુજબ – [સ્ત્રી કહે છે કે] વાળ વાળી - [ચોટલાવાળી] એવી હું તમને ન ગમતી હોઉં તો માથુ મુંડાવી દઉં ઈત્યાદિ તથા સ્ત્રી સાથે પરિચય અને સ્ત્રી સાથે સંવાસ - એકત્ર નિવાસ. આત્મહિતમાં વર્તનારો, સર્વ અપાય ભીરુ સાધુ ન કરે. કારણ કે તે સ્ત્રીથી જેની ઉત્પત્તિ છે તે કામભોગો - સ્ત્રી સંપર્કોથી થતાં પાપ વજ્ર જેવા ભારે હોવાથી નરકમાં લઈ જાય છે. માટે કામભોગો અવદ્યકર કે વજ્રકર છે. એવું તીર્થંકર, ગણધર આદિએ પ્રતિપાદિત કરેલ છે.
હવે ઉપસંહાર કરવા કહે છે – આ પ્રમાણે ભયનો હેતુ હોવાથી સ્ત્રી વડે બોલાતા વચનો તથા સંસ્તવ અને સંવાસ પણ ભયકારી છે, તેથી સ્ત્રી સાથે સંપર્ક કલ્યાણકારી નથી. કેમકે તે અસત્ અનુષ્ઠાનનો હેતુ છે, એમ જાણીને તે ભિક્ષુ કામભોગના વિપાકને સમજીને પોતાને સ્ત્રી સંપર્કથી રોકી સન્માર્ગમાં સ્થાપી જે કરે તે બતાવે છે
- નરકવીથી પ્રાયઃ સ્ત્રીઓ સાથે કે પશુ સાથેનો સહવાસ છોડે. કેમકે - સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત સ્થાનમાં રહેવું તેવું શાસ્ત્રવચન છે. તથા પોતાના હાથ વડે - X - સ્ત્રી-પશુને ન અડે. કેમકે તે પણ ચારિત્રને મલિન કરે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati