Suyagada 349
Sūyagaḍa: ṭīkānusārī vivecana 349
- Language
- Gujarati
349
[નિર્યુક્તિ–૬૪, ૬૫]
નરક શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ભેદે છ નિક્ષેપા છે. નામ સ્થાપના સુગમ છે.
દ્રવ્યનરક આગમ અને નોઆગમથી છે. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય, નોઆગમથી જ્ઞશરીર-ભવ્યશરીર-વ્યતિરિક્ત ત્રણ ભેદ. આ જ મનુષ્ય કે તિર્યંચ ભવમાં જે કોઈ અશુભકર્મ કરવાથી અશુભ જીવો ‘‘કાળસૌરિક’’ આદિ છે અથવા જે કોઈ અશુભ સ્થાનો કેદખાના આદિ છે અને નરક જેવી વેદના છે, તે બધાં દ્રવ્યનરક છે.
અથવા કર્મદ્રવ્ય નોકર્મદ્રવ્ય ભેદથી દ્રવ્યનરક બે પ્રકારે છે. તેમાં નરકમાં વેદવા યોગ્ય જે કર્મો બાંધ્યા તે એકભવિક બાંધેલા આયુ વાળો અભિમુખ નામગોત્રવાળો એ દ્રવ્યનરક છે. નોકર્મદ્રવ્ય નરક તો અહીં જ છે. તે અશુભ રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શ છે.
‘‘ક્ષેત્રનરક’’ તે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાનાદિ ૮૪ લાખની સંખ્યાવાળો વિશિષ્ટ ભૂ-ભાગ છે.
‘કાળનરક’ જેટલો કાળ નરકની વેદના સહે તે છે.
‘ભાવનરક’ તે જે જીવો નરકનું આયુ ભોગવે તે તથા નરકમાં ભોગવવા યોગ્ય કર્મનો ઉદય છે અર્થાત્ નરકમાં રહેલ જીવોનો નારકીના આયુના ઉદયથી પ્રાપ્ત અશાતા વેદનીયાદિ કર્મોદય તે પણ ભાવનરક છે.
આ પ્રમાણે અસહ્ય દુઃખ - કરવતથી વહેરાવું, કુંભીપાક આદિ પરમાધામી કૃત અને પરસ્પર ઉદીરણાકૃત તથા સ્વાભાવિક એ ત્રણ દુઃખ છે.
આ બધું જાણીને તપ અને ચારિત્રના અનુષ્ઠાનમાં રક્ત રહેવું, કેમકે તે બંને નરકના શત્રુ છે, તથા સ્વર્ગ-અપવર્ગનો એક હેતુ છે. તેથી આત્મહિતને ઈચ્છતા સાધુએ બીજું છોડીને આ બેને સાધવા.
હવે વિભક્તિ પદના નિક્ષેપાને કહે છે–