Suyagada 348
Sūyagaḍa: ṭīkānusārī vivecana 348
- Language
- Gujarati
348
ભૂમિકા :– ચોથું અધ્યયન કહ્યું, હવે પાંચમું કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે છે – પહેલા અધ્યયનમાં સ્વસમય-પરસમય પ્રરૂપણા કહી. બીજા અધ્યયનમાં સ્વસમયમાં બોધ પામવાનું કહ્યું. બોધ પામીને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ સારી રીતે સહન કરવાનું ત્રીજા અધ્યયનમાં કહ્યું. બોધ પામેલાએ સ્ત્રી પરીષહને સમ્યક્ સહેવાનું ચોથા અધ્યયનમાં કહ્યું. આ અધ્યયનમાં બતાવશે કે ઉપસર્ગભીરુ સ્ત્રીને વશ થતાં અવશ્ય નરકે જાય, ત્યાં જે વેદના થાય છે તે.
આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર ઉપક્રમ આદિ કહેવા. તેમાં ઉપક્રમ અંતર્ગત અધ્યયન અને ઉદ્દેશાનો અર્થાધિકાર છે.
અધ્યયન અર્થાધિકાર નિર્યુક્તિકારે પૂર્વે કહ્યો છે. જેમકે – ઉપસર્ગભીરુ સ્ત્રી-વશનો નરકમાં ઉપપાત થાય. ઉદ્દેશાર્થાધિકાર તો નિર્યુક્તિકારે કહ્યો નથી. કેમકે તે અધ્યયનાર્થાધિકારમાં આવી ગયો છે.
હવે નિક્ષેપ કહે છે, તે ત્રણ પ્રકારે છે – ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન અને સૂત્રાલાપકનિષ્પન્ન. તેમાં ઓઘમાં ‘અધ્યયન’ શબ્દ છે, નામમાં નરકવિભક્તિ નામ છે. તે બે પદવાળું છે - નરક, વિભક્તિ. તેમાં ‘નરકપદ’ને જણાવે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati