Pramāṇa · Search · About · API

Suyagada 36

Sūyagaḍa: ṭīkānusārī vivecana 36

Language
Gujarati

36

વિવેચન :– ૫
સચિત્ત કે અચિત્ત દ્રવ્ય, ભાઈ-બહેન આદિ, સર્વ ધન આદિ સંસારમાં ભમતા જીવને અતિ કટુ શરીર તથા મનની વેદના આપે છે. તેને ધન આદિ રક્ષણ માટે થતાં નથી, તે જાણીને તથા પોતાનું આયુ અલ્પ છે તે જ્ઞ-પરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી સચિત્ત-અચિત્ત પરિગ્રહને પ્રાણીનો ઉપઘાત સમજી સ્વજન સ્નેહાદિ બંધન સ્થાનનું પચ્ચક્‌ખાણ કરીને કર્મને તોડે જ. અથવા કર્મ એટલે ક્રિયા - સંયમ અનુષ્ઠાન વડે કર્મથી છૂટે છે.
અધ્યયન અર્થાધિકારથી સ્વસિદ્ધાંત કહ્યો. હવે પર-મતને કહે છે–

Linked texts (2)