Suyagada 367
Sūyagaḍa: ṭīkānusārī vivecana 367
- Language
- Gujarati
367
વિવેચન :–૩૧૦ થી ૩૧૨
જે સૂર્ય વિદ્યમાન નથી તે અસૂર્ય-નરક, તે ઘણાં અંધકારવાળી, કુંભિકા આકારે છે. ત્યાં બધાં જ નરકાવાસો અસૂર્ય નામે ઓળખાય છે. તે આવા મહાતાપ, અંધતમસ, દુરુત્તર, વિશાળ નરકમાં મહાપાપના ઉદયથી જીવો જાય છે. તે નરકમાં ઊંચે-નીચે-તિરછુ સર્વ દિશામાં સ્થાપેલો અગ્નિ બળે છે. કહે છે કે – જ્યાં નારકીમાં બરોબર ઊંચે રહેલો અગ્નિ બળે છે, ત્યાં તેવા નરકમાં બિચારા જીવો જાય છે. - વળી -
જે નરકમાં ગયેલો જીવ ઉંટડીના આકારવાળી નરકમાં પ્રવેશીને અગ્નિમાં અતિ વેદનાથી પીડાતો સ્વકૃત દુશ્ચરિત્રને ન જાણતો, અવધિ વિવેક ચાલી જવાથી બળે છે. તથા સર્વકાળ કરુણપ્રાય કે સકલ ઉષ્ણસ્થાન છે, તે સ્થાને પાપ કરેલા નારકીઓને તે લઈ જાય છે. તે જ વાત વિશેષથી કહે છે –
જ્યાં અતિ દુઃખરૂપ સ્વભાવ છે, નિમિષ માત્ર પણ દુઃખનો વિશ્રામ નથી. કહ્યું છે – આંખ ફરકવા માત્ર પણ કાળ સુખ નથી, પણ માત્ર દુઃખ જ છે તેથી નારકીમાં નરક જીવો રાત-દિવસ પીડાતાં હોય છે.
ચારે દિશામાં અગ્નિ સળગાવીને જે નરકાવાસમાં પરમાધામીઓ મુખ્યત્વે તપાવે છે - પકાવે છે, [કોને?]
પૂર્વકૃત દુશ્ચરિત્રવાળા અજ્ઞાની નારકોને. આ રીતે પીડાતા, સ્વકર્મ બેડીથી બંધાયેલા, ઘણો કાળ મહાદુઃખથી આકુળ થઈને નરકમાં રહે છે. તેનું દૃષ્ટાંત કહે છે – જેમ જીવતા માછલાં અગ્નિ સમીપ હોય ત્યારે પરવશ થઈને બીજે જવાં અસમર્થ થઈ ત્યાં જ રહે છે, તેમ નારકો પણ પરવશપણે દુઃખ ભોગવે છે. - X - X-
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati