Pramāṇa · Search · About · API

Suyagada 382

Sūyagaḍa: ṭīkānusārī vivecana 382

Language
Gujarati

382

વિવેચન :–૩૨૭, ૩૨૮
પૂર્વે કહ્યા સિવાયનું બીજું હું તમને કહું છું - તે સંબંધ છે. જ્યાં સુધી આયુ હોય ત્યાં સુધી દુઃખ હોવું તે શાશ્વત દુઃખ છે. એવો જેનો કે જેમાં સ્વભાવ છે તે નરક. ત્યાં આવો નિત્ય દુઃખ સ્વભાવ છે, આંખના પલકારા માત્ર પણ સુખ ત્યાં હોતું નથી. આ વાત જેવી છે તેવી હું તમને બતાવીશ. અહીં ઉપચાર કે અર્થવાદ નથી. જે જીવો પરમાર્થને જાણતા નથી, વિષયસુખના લાલચુ બનીને વર્તમાન સુખને જોનારા અને કર્મના વિપાકને ન જોનારા છે. તેઓ જે રીતે દુષ્કૃત્ય કરે છે, દુષ્કર્મ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધવાના સ્વભાવવાળા છે તેવા દુષ્કર્મકારી પૂર્વ જન્મોના સંચિત કર્મો જે રીતે વેદે છે તે કહીશ.
- X - પરમાધામીઓ તથાવિધ કર્મોદયથી ક્રીડા કરવાને જ તે નારકોના હાથ-પગ બાંધીને વિવિધ શસ્ત્રો વડે તેમના પેટને ચીરે છે તથા કશી ગણનામાં નહીં એવા બીચારા નારકોને લાકડી આદિ વડે હણીને, પીડાયેલા દેહને ચામડાના ટુકડા વડે મજબૂત બાંધીને પીઠ અને પડખામાંથી કાપે છે.

Linked texts (2)