Suyagada 396
Sūyagaḍa: ṭīkānusārī vivecana 396
- Language
- Gujarati
396
વિવેચન :–૩૪૫ થી ૩૪૮
પૂર્વભવના શત્રુ જેવા વૈરી સમાન પરમાધામીઓ અથવા પૂર્વભવના અપકારી એવા નારકો બીજાના અંગોને ક્રોધ કરીને મુદ્ગર-મુસલ લઈને ગાઢ પ્રહાર કરીને ભાંગી નાંખે છે. તે નારકો અશરણ બનીને શસ્ત્રોના ઘા થકી ભાંગેલા શરીરે લોહી વમતા ઉંધે માથે પૃથ્વી પર પડે છે.
વળી, પરમાધામીએ વિકુર્વેલા વિશાળ દેહવાળા શિયાળો ભૂખ્યા હોય છે. સંભવ છે કે તે અતિધૃષ્ટો, રૌદ્રરૂપા, નિર્ભય થઈને, નિત્ય કુપિત હોય છે. આવા શિયાળો દ્વારા ત્યાં રહેલા, પૂર્વજન્મ બહુક્રૂર કર્મ કરેલા, સાંકળો વડે બંધાયેલા, લોઢાની બેડીમાં પડેલા, પરસ્પર નિકટ રહેલા નારકો ટુકડે ટુકડા કરી ભક્ષણ કરાય છે –
વળી - સદા જળથી ભરેલ સદાજલા નામે નદી છે. તે અતિ વિષમ, પ્રકર્ષથી-અતિ ઉષ્ણ, ક્ષાર-પરુ-લોહીથી ભરેલા જળવાળી અથવા લોહીથી ભરેલ હોવાથી ‘પિચ્છિલ્લ’ અથવા ઊંડા પાણીવાળી મોટી કે પ્રદીપ્તજલા નદી છે. આ જ વાત કહે છે - જે રીતે અગ્નિથી તપેલ લોઢું પીગળે છે તેવા લોઢાના રસ જેવી અતિ ઉષ્ણ જળવાળી છે. તે અભિદુર્ગ સદાજલા નદીમાં પડેલા નારકો એકાકી, અશરણ બની તેમાં ગમન કરે છે.
– હવે ઉદ્દેશાનો ઉપસંહાર કરતા ફરી નારકીના દુઃખ વિશેષ કહે છે.
આ પ્રમાણે અનંતરોક્ત બંને ઉદ્દેશામાં કહેલ દુઃખ વિશેષ પરમાધામી કૃત, પરસ્પર પ્રાપ્ત કે સ્વાભાવિક ઉદયમાં આવેલ અતિ કટુ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દોના દુઃખો અત્યંત દુસ્સહ છે. તે બાળ, અશરણ નારકી નિરંતર, ક્ષણમાત્રના વિશ્રામ વિના - X - ભોગવે છે.
ત્યાં તે નારકોની ચિર સ્થિતિ આ પ્રમાણે છે - ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલી રત્નપ્રભામાં એક સાગરોપમ, બીજી શર્કરાપ્રભામાં ત્રણ, ત્રીજી વાલુકામાં સાત, ચોથી પંકપ્રભામાં દશ, પાંચમી ધૂમપ્રભામાં સત્તર, છઠ્ઠી તમઃપ્રભામાં બાવીસ, સાતમી મહાપ્રભામાં તેંત્રીશ છે.
ત્યાં સ્વકર્મવશ જનારને - X - દુઃખ પામતાં પોતાના કર્મને ભોગવતા કોઈ રક્ષક થતું નથી. જો કે સીતેન્દ્ર લક્ષ્મણને નરકના દુઃખમાં બચાવવા પ્રવૃત્ત થયા, પણ રક્ષણ કરી ન શક્યા એવું સાંભળેલ છે. તે રીતે દરેક નારક એકલો, જેને માટે પાપ કર્યા તે બધાંથી રહિત થઈને કર્મવિપાક જન્ય દુઃખ અનુભવે છે. તેના દુઃખમાં કોઈ ભાગ પડાવતું નથી.
કહ્યું છે – મેં પરીજન અર્થે દારૂણ કર્મો કર્યા, તેનું ફળ ભોગવનારા ગયા, પણ હું એકલો જ તે કર્મથી બળું છું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati