Pramāṇa · Search · About · API

Suyagada 397

Sūyagaḍa: ṭīkānusārī vivecana 397

Language
Gujarati

397

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૪૯ થી ૩૫૧ :– [૧/૫/૨/૩૪૯ થી ૩૫૧]
જે જીવે પૂર્વભવે જેવું કર્મ કર્યું છે, તેવું જ આગામી ભવે આવે છે. જેણે એકાંત દુઃખરૂપ ભવોનું અર્જન કર્યું, તે દુઃખી અનંત દુઃખને વેદે છે.
ધીરપુરૂષ આ નરક કથન સાંભળીને સર્વ લોકમાં કોઈની હિંસા ન કરે. એકાંત દૃષ્ટિ, અપરિગ્રહી થઈને લોકનો બોધ પામી તેને વશ ન થાય.
આ રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવના પણ ચતુર્ગતિક, અનંત તદ્‌ અનુરૂપ વિપાક છે, તે સર્વેને આ રીતે જાણીને બુદ્ધિમાન મરણ કાળ પર્યન્ત સંયમનું પાલન કરે. – તેમ હું કહું છું.

Linked texts (2)