Pramāṇa · Search · About · API

Suyagada 400

Sūyagaḍa: ṭīkānusārī vivecana 400

Language
Gujarati

400

[નિર્યુક્તિ–૮૩]
‘મહાવીર સ્તવ’માં અહીં જે મહત્‌ શબ્દ છે, તે પ્રાધાન્ય અર્થમાં છે. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ છ ભેદે છે.
નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય પ્રાધાન્ય કહે છે તે જ્ઞ-શરીર, ભવ્ય-શરીર, તદ્‌વ્યતિરિક્ત ભેદે છે. વ્યતિરિક્ત સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણ ભેદે છે. સચિત્ત પણ દ્વીપદ, ચતુષ્પદ, અપદ ત્રણ ભેદે છે. તેમાં દ્વીપદમાં તીર્થંકર, ચક્રવર્તી આદિ છે. ચતુષ્પદમાં હાથી, ઘોડા આદિ છે. અપદમાં કલ્પ-વૃક્ષાદિ છે.
અથવા જે પ્રત્યક્ષ રૂપ-રસ-ગંધ-સ્પર્શથી ઉત્કૃષ્ટ કમળ આદિ પદાર્થો છે. અચિત્તમાં વૈડૂર્ય આદિ વિવિધ જાતિના મણીઓ છે. મિશ્ર પ્રાધાન્યમાં વિભૂષિત તીર્થંકર છે.
ક્ષેત્ર પ્રાધાન્યમાં સિદ્ધિ ક્ષેત્ર છે, ધર્મ-ચારિત્રના આશ્રયથી મહાવિદેહ છે અને ઉપભોગને આશ્રીને દેવકુરુ આદિ ક્ષેત્ર છે.
કાળથી પ્રાધાન્ય એકાંત સુષમ-સુષમાદિ કાળ છે અથવા ધર્મ અને ચરણના સ્વીકારને યોગ્ય જે કાળ હોય તે લેવો.
ભાવપ્રાધાન્ય તે ક્ષાયિક ભાવ છે અથવા તીર્થંકર શરીરની અપેક્ષાએ ઔદયિક છે. અહીં આ બંનેનો અધિકાર છે.
‘વીર’ શબ્દના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદે ચાર નિક્ષેપા છે.
તેમાં જ્ઞ-શરીર, ભવ્ય-શરીર, વ્યતિરિક્તમાં દ્રવ્યવીર તે દ્રવ્યાર્થે સંગ્રામ આદિમાં અદ્‌ભૂત કર્મ કરવાથી શૂર છે, અથવા જે કંઈ વીર્યવાળું દ્રવ્ય છે, તે દ્રવ્યવીરમાં ગણાય છે.
જેમકે – તીર્થંકર અનંત બલવીર્ય વાળા છે, લોકને દડા માફક અલોકમાં ફેંકવા સમર્થ છે. મેરુ પર્વતનો દંડ કરીને રત્નપ્રભા પૃથ્વીને છત્ર માફક ધારણ કરે તથા ચક્રવર્તી કરતા પણ વધુ બળવાન છે. તથા વિષ આદિ, મોહન આદિમાં સામર્થ્ય છે.
ક્ષેત્ર વીર તે જે ક્ષેત્રમાં અદ્‌ભૂત કર્મ કરનારો અથવા વીર તરીકે જે વર્ણવાય છે તે જાણવો...
આ પ્રમાણે કાળને આશ્રીને જાણવું.
ભાવ વીર તે જેનો આત્મા ક્રોધ, માન, માયા, લોભથી અને પરીષહ આદિથી જીતાયો નથી તે છે. કહ્યું છે – ક્રોધ, માન, માયા, લોભ અને પાંચ ઈન્દ્રિયો આત્માને જીતવા મુશ્કેલ છે. આત્મા જીતતા બધું જીત્યું જાણવું. જે સંગ્રામમાં હજારોના હજારો દુર્જયોને જીતે, તે કરતાં એક આત્માને જીતે તે તેનો પરમ જય છે.
વિકટ જગતમાં પરીભ્રમણ કરતાં એક જિનકેશરી છે, જેણે કંદર્પની દુષ્ટ દાઢોવાળા કામદેવને લીલામાત્રમાં ચીરી નાંખ્યો છે.
આ પ્રમાણે વર્ધમાનસ્વામી જ અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ-ઉપસર્ગોથી અપરાજિત થઈ અદ્‌ભૂત કર્મો કરીને ગુણનિષ્પન્નત્વથી ભાવ વડે મહાવીર કહેવાયા અથવા દ્રવ્યવીર વ્યતિરિક્ત એકભવિકાદિ છે.
ક્ષેત્રવીર જ્યાં રહે અથવા જ્યાં તેનું વર્ણન થાય તે.
કાળથી પણ તેમજ જાણવું.
ભાવવીર નોઆગમથી વીરનામ ગોત્રકર્મનું વેદન છે. તે શ્રી વીર વર્ધમાનસ્વામી જ છે.
- સ્તવ નિક્ષેપાર્થે કહે છે–

Linked texts (1)