Pramāṇa · Search · About · API

Suyagada 412

Sūyagaḍa: ṭīkānusārī vivecana 412

Language
Gujarati

412

વિવેચન :–૩૬૦, ૩૬૧
તે ભગવંત વીર્યબળથી અને ઘૃતિ-સંઘયણથી અને વીર્યાન્તરાયના સંપૂર્ણ ક્ષયથી પ્રતિપૂર્ણ વીર્યવાળા છે. જેમ જંબૂદ્વીપનો નાભિભૂત મેરુ સર્વે પર્વતોમાં શ્રેષ્ઠ પર્વત છે તેમ મહાવીર પ્રભુ પણ વીર્ય અને અન્ય ગુણોથી સર્વશ્રેષ્ઠ છે. તથા જેમ સ્વર્ગનિવાસી દેવો માટે હર્ષજનક છે, કેમકે તે પ્રશસ્ત વર્ણ-રસ-ગંધ-સ્પર્શ-પ્રભાવાદિ ગુણોથી શોભે છે, તેમ ભગવંત પણ અનેક ગુણો વડે શોભે છે. અથવા જેમ દેવાલય અનેક ગુણોથી શોભિત હોવાથી હર્ષદાયી છે તેમ ભગવંત પણ મેરુ માફક આનંદ આપનાર છે.
વળી દૃષ્ટાંતભૂત મેરુ પર્વતનું વર્ણન કરે છે – તે મેરુ એક લાખ યોજન ઊંચો છે, તેના ત્રણ કાંડ છે, જેમકે માટી-સુવર્ણ-વૈડૂર્યમય. તેમાં ઉપર રહેલ પંડુકવન પતાકા જેવું છે. મેરુ જમીનમાં ૧૦૦૦ યોજન, બહાર ૯૯,૦૦૦ યોજન છે.

Linked texts (2)