Suyagada 418
Sūyagaḍa: ṭīkānusārī vivecana 418
- Language
- Gujarati
418
વિવેચન :–૩૬૬, ૩૬૭
જેમ નિષધ પર્વત બીજા પર્વતોની લંબાઈ કરતા જંબૂદ્વીપ કે અન્ય દ્વીપોમાં દીર્ઘતામાં શ્રેષ્ઠ છે, વલયાકારમાં રૂચક પર્વત વલયાકારપણે શ્રેષ્ઠ છે. તે જ રૂચક દ્વીપની અંદર રહેલો માનુષોત્તર પર્વત જેવો વૃત્ત આયત છે. પરિક્ષેપથી સંખ્યેય યોજન છે.
તે જ રીતે તે ભગવંત પણ - X - સંસારમાં પ્રભૂત જ્ઞાનવાળા અર્થાત્ પ્રજ્ઞા વડે શ્રેષ્ઠ છે. તથા બીજા મુનિઓ કરતા પ્રકર્ષથી જાણે છે માટે પ્રજ્ઞ છે. એવું તેમનું સ્વરૂપ જાણનારાઓ કહે છે.
વળી, જેનાથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી માટે અનુત્તર એવા ધર્મને ઉત્કૃષ્ટથી કહીને - પ્રકાશીને સ્વયં શ્રેષ્ઠ-પ્રધાન ધ્યાનને ધ્યાવે છે.
જેમ કે – કેવળજ્ઞાન પછી ભગવંત યોગનિરોધ સમયે સૂક્ષ્મ કાયયોગને રુંધતા શુક્લધ્યાનના ત્રીજા ભેદ ‘‘સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી’’ તથા ‘‘યોગ નિરોધ કરીને શુક્લધ્યાનનો ચોથો ભેદ - વ્યુપરત ક્રિયા અનિવૃત્ત’’ ધ્યાવે છે તે બતાવે છે –
સુષ્ઠુ શુક્લત્વ - શુક્લ ધ્યાન તથા મલિનતા દૂર થઈ હોય તેવું નિર્દોષ, અર્જુન સ્વર્ણ માફક શુક્લ અથવા પાણીના ફીણ સમાન શુક્લ તથા શંખ-ચંદ્ર જેવું એકાંત નિર્મળ શુક્લધ્યાન, તેના છેલ્લા બે ભેદોને ધ્યાવે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati