Pramāṇa · Search · About · API

Suyagada 423

Sūyagaḍa: ṭīkānusārī vivecana 423

Language
Gujarati

423

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૭૨, ૩૭૩ :– [૧/૬/–/૩૭૨, ૩૭૩]
જેમ હાથીઓમાં ઐરાવત, મૃગોમાં સિંહ, નદીમાં ગંગા, પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે, તે રીતે નિર્વાણ વાદીઓમાં જ્ઞાતપુત્ર વીર શ્રેષ્ઠ છે.
જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, પુષ્પોમાં કમળ, ક્ષત્રિયોમાં દંતવક્ત્ર શ્રેષ્ઠ હતા, તેમ ઋષિઓમાં ભગવંત વર્ધમાન શ્રેષ્ઠ છે.

Linked texts (2)