Pramāṇa · Search · About · API

Suyagada 424

Sūyagaḍa: ṭīkānusārī vivecana 424

Language
Gujarati

424

વિવેચન :–૩૭૨, ૩૭૩
જેમ ઉત્તમ હાથી મધ્યે શક્રેન્દ્રનું વાહન ઐરાવણ પ્રસિદ્ધ દૃષ્ટાંતભૂત અથવા પ્રધાન છે, તેમ તજજ્ઞ કહે છે. શ્વાપદો મધ્યે કેશરી સિંહ પ્રધાન છે. ભરતક્ષેત્રની અપેક્ષાએ પાણીમાં ગંગા નદીનું પાણી શ્રેષ્ઠ છે, પક્ષીમાં વેણુદેવ-ગરૂડ શ્રેષ્ઠ છે, આ પ્રમાણે નિર્વાણ-સિદ્ધિક્ષેત્ર-કર્મક્ષય લક્ષણ છે - તેનું સ્વરૂપ બતાવનાર કે તે મેળવવાનો ઉપાય કહેનારામાં જ્ઞાત ક્ષત્રિયપુત્ર - શ્રીમન મહાવીર વર્ધમાન સ્વામી મુખ્ય છે, કેમ કે તેઓ યથાવસ્થિત નિર્વાણ પદાર્થના બતાવનારા છે.
યોદ્ધાઓમાં જેમ વિશ્વસેન - હાથી, ઘોડા, રથ, પદાતિ એ ચતુરંગ સૈન્ય સમેત જે ચક્રવર્તી છે, તે દૃષ્ટાંતભૂત છે - શ્રેષ્ઠ છે. પુષ્પોમાં જેમ અરવિંદ - કમળ શ્રેષ્ઠ છે તથા ક્ષત – મારથી બચાવે તે ક્ષત્રિય, તેઓમાં જેના વાક્ય વડે શત્રુઓ ઉપશાંત થયા છે, તે દાંતવાક્ય - ચક્રવર્તી છે તે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ઘણાં પ્રશસ્ત દૃષ્ટાંતો બતાવીને હવે ભગવંતને તેમના નામપૂર્વક પ્રશંસતા કહે છે કે - ઋષિઓ મધ્યે શ્રીમાન વર્ધમાન સ્વામી - મહાવીર શ્રેષ્ઠ છે - તથા -

Linked texts (2)